સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે બહાર પાડી નવી પરિભાષા; CJIએ કહ્યું- વાંધાજનક શબ્દો બંધ થશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે વપરાતા અપમાનજનક શબ્દો પર પ્રતિબંધ લગાવવા માટે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ કોમ્બેટ હેન્ડબુક લોન્ચ કરી.
8 માર્ચે મહિલા દિવસ પર સુપ્રીમ કોર્ટમાં આયોજિત એક કાર્યક્રમમાં CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે કાયદાકીય બાબતોમાં મહિલાઓ માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ બંધ થશે, ટૂંક સમયમાં એક શબ્દકોશ પણ આવશે.
બુધવાર 16 ઓગસ્ટના રોજ હેન્ડબુક બહાર પાડતા CJI ચંદ્રચુડે જણાવ્યું હતું કે તે ન્યાયાધીશો અને વકીલોને સમજવામાં સરળ બનાવશે કે કયા શબ્દો સ્ટીરિયોટાઇપિકલ છે અને તેમને કેવી રીતે તેને ટાળી શકાય છે.
આ પણ વાંચો- રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન આજથી ફરી ખુલ્લુ મુકાયું, જાણો સંપૂર્ણ વિગત
જેન્ડર સ્ટીરિયોટાઇપ કોમ્બેટ હેન્ડબુકમાં શું છે?
CJI ચંદ્રચુડે કહ્યું કે આ હેન્ડબુકમાં વાંધાજનક શબ્દોની યાદી છે અને તેની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દો અને વાક્યો આપવામાં આવ્યા છે. તેઓનો ઉપયોગ કોર્ટમાં દલીલો આપવા, ઓર્ડર આપવા અને તેની નકલો તૈયાર કરવા માટે થઈ શકે છે. આ હેન્ડબુક વકીલો તેમજ ન્યાયાધીશો માટે છે.
આ હેન્ડબુકમાં એવા શબ્દો છે જે ભૂતકાળમાં અદાલતો દ્વારા ઉપયોગમાં લેવાયા છે. શબ્દો કેમ ખોટા છે અને તે કાયદાને કેવી રીતે વધુ બગાડી શકે છે તે પણ સમજાવવામાં આવ્યું છે.
નવા શબ્દોની યાદી નીચે પ્રમાણે છે
- અફેર- લગ્ન બહાર સંબંધ
- પ્રોસ્ટિટ્યુટ-સેક્સ વર્કર
- અવિવાહિત માતા – માતા
- ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યુટ- તસ્કરી કરીને લાવેલું બાળક
- બાસ્ટર્ડ- એવું બાળક જેના માતા-પિતાએ લગ્ન ન કર્યા હોય
- ઇવ ટીઝિંગ- સ્ટ્રીટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ
- પ્રોવોકેટિવ ક્લોધિંગ/ડ્રેસ- ક્લોધિંગ/ડ્રેસ
- એફિમિનેટ- જેન્ડર ન્યુટ્રલ
- ગુડ વાઇફ- વાઇફ
- કોન્ક્યુબાઈન(રખેલ)- એક સ્ત્રી જે લગ્નની બહાર કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ ધરાવે છે
આ પણ વાંચો- મોદી કેબિનેટનો મોટો નિર્ણય: PM ઈ-બસ સેવાને મંજૂરી; 10,000 ઈલેક્ટ્રિક બસ ચલાવવાની યોજના