બનાસકાંઠા: પૂરપાટ ઝડપે આવતી કારે દાદા-પૌત્રનો લીધો જીવ, પરિવારમાં માતમ છવાયો
બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસની આટ આટલી કડક કાર્યવાહી કરવા છતાં કારચાલકો બેફામ રીતે ગાડીઓ ચલાવી રહ્યા છે. જેને કારણે અનેક પરીવારોના દિપકો ઓલવાઈ રહ્યા છે. એવામાં આજે વહેલી સવારે બનાસકાંઠામાં બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અકસ્માત સર્જાયો છે, જેમાં દાદા બે પૌત્ર સાથે દૂધ ભરાવવા જતાં પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતાં પૌત્ર અને દાદાનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાંના સ્થાનિક ફાર્મ હાઉસના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે.
બનાસકાંઠા: પૂરપાટ ઝડપે આવતી કારે દાદા-પૌત્રનો લીધો જીવ#Banaskantha #banaskanthapolice #Banaskanthanews #accident #Banaskanthaaccident #accidentvideo #news #newsupdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/wVSBqAe40o
— Hum Dekhenge News (@humdekhengenews) August 16, 2023
કેવી રીતે બની ઘટના?
અમીરગઢના રામજિયાણી ગામના પાટિયા જોડે સવાર – સવારમાં દૂધ ભરાવા જઈ રહેલ દાદા તેમજ તેમની સાથે તેમના બે પૌત્રોને પૂરપાટ ઝડપે આવતી કારે ત્રણેયને ઉછાળતાં દાદા અને એક પૌત્રનું મોત થયું છે. જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં સારવાર લી રહ્યો છે.
પરિવારના મોભી સાથે પૌત્રનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો
દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે નેશનલ પાલનપુર આબુરોડ હાઇવે ક્રોસ કરે એ પહેલા ગાડી જોઈ સાઈડમાં ઊભા રહ્યા હતા, પરંતુ રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારતાંની સાથે જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતાં બેનાં મોત નીપજ્યાં હતાં અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનાં મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો: ડીસા પાસેથી CID ક્રાઈમ બ્રાન્ચે દારૂ ભરીને લઈ જતું કન્ટેનર ઝડપ્યું, 47 લાખનો મુદ્દામાલ જપ્ત