અમદાવાદમાં પાનના ગલ્લે ઊભેલા યુવકની જાહેરમાં હત્યા, ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ગઈ કાલે મણિનગરમાં એક શખ્સે જાહેરમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. છેલ્લા 2 દિવસમાં 4 હત્યા અને 1 લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારે એવુ લાગી રહ્યું છે કે હવે અમદાવાદ પણ ઉ.પ્ર – બિહાર બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે આવી જ વધુ એક ઘટના અમદાવાદના માધુપુરામાંથી સામે આવી છે. જેમાં પાનના ગલ્લા પર ઉભેલા યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા
પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના માધુપુરામાં પાનના ગલ્લા પર ઊભેલા યુવક પર કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું .
પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ
યુવકની હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.જેમાં પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, અને સ્થાનિક લોકોએ હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માગ કરી છે. તો બીજી તરફ મૃતકની બહેને પોલિસ પર આક્ષેપો કર્યા છે તેને જણાવ્યું હતુ કે ત્યા કરનાર શખ્સો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ રજૂઆત કરી હતી. પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહીં.
આ પણ વાંચો : દ્વારકા જિલ્લામાં જુદા જુદા 3 સ્થળે સર્જાયો અકસ્માત, 1નું મોત, 12 ઈજાગ્રસ્ત