સુરેન્દ્રનગરમાં એક સાથે 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ, રાત્રિ ભોજન બાદ અચાનક તબિયત લથડી
સુરેન્દ્રનગરના દરબાર બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. રાત્રે જમ્યા પછી અચાનક જ એક પછી એકને ઝાડા-ઉલટી થવા લાગતાં તમામને હોસ્પિટલ ખાતે લઈ જવામા આવી હતી. હાલ આ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.
સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલી દરબાર બોર્ડિંગમાં રહેતી 30 વિદ્યાર્થિનીઓને એકાએક ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે.રાત્રે જમ્યા પછી અચાનક જ એક પછી એક વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી થવા લાગતાં તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, આ વિદ્યાર્થીઓમાંથી કોઇની હાલત ગંભીર ન હોવાનું જાણવા મળ્યું છે.
દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ તબિયત લથડી
ગઈકાલે રાતે દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધા બાદ અચાનક વિદ્યાર્થિઓની તબિયત લથડી હતી.પેટમાં દુઃખાવાની, ઉલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો ઉઠતા તેમને સારકવાર અર્થે ખસેડવામા આવી હતી. આ અંગેની જાણ થતાંની સાથે જ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓના પરિજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં એક સાથે આટલી બધી વિદ્યાર્થીઓ દાખલ થતાં હોસ્પિટલમાં પણ ભાગ દોડ મચી ગઈ હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા