HD ન્યૂઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના પુણેમાંથી બે લોકોની પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસે પુણેના કોંધવા વિસ્તારમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
કેસ નોંધવામાં આવ્યોઃ અધિકારીએ જણાવ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણી) હેઠળ બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘અમને સોમવારે સાંજે સ્થાનિક લોકો તરફથી ફરિયાદ મળી કે બે વ્યક્તિ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છેઃ બંને વ્યક્તિઓની ઓળખ અકબર નદાફ અને તૌકીર તરીકે થઈ હતી. અધિકારીનું કહેવું છે કે બંને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. આ વર્ષે દેશે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. મંગળવારે આખા દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી.
આ પણ વાંચોઃ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર ચડ્યો ત્રિરંગાનો રંગ, લખાયું ‘જય હિંદ’ , જૂઓ વીડિયો