ભૂલકાઓથી લઈને વડીલોની હાજરીમાં કર્ણાવતી ક્લબમાં આઝાદીની ઉજવણી
HD ન્યૂઝ સાથે આઝાદીની ઉજવણી: આજે દેશભરમાં 77માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લાલ કિલ્લાથી પીએમ મોદીએ દેશને સંબોધિત કરીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરતાં અનેક જાહેરાતો કરી હતી. તો બીજી તરફ નેતા-અધિકારીઓ સહિત તમામ લોકોએ પોત-પોતાની રીતે આઝાદીની ખુશી વ્યક્ત કરતા વિભિન્ન રીતે આઝાદીની ઉજવણી કરી હતી. આ દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં પણ આઝાદીની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં જાણિતી હસ્તિઓએ હાજરી આપી હતી.
કર્ણાવતી ક્લબમાં નાના બાળકોથી લઈને સીનિયર સિટીજનોની હાજરીમાં 77માં સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રેસિડેન્ટ નગીનભાઈ પટેલ (એનજી પટેલ) અને અન્ય ડાયરેક્ટર્સની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત હાજર તમામ લોકોએ આઝાદીના 77 વર્ષમાં પ્રવેશની ખુશીમાં સાથે મળીને ભોજન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ત્રિલોક ભાઈ પરીખે પોતાની હાજરી નોંધાવી હતી. તે પહેલા બધાએ એકબીજાના મોઢા પણ મીઠા કરાવ્યા હતા. આઝાદીની ખુશીમાં તમામ લોકોએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કર્યો હતો.
આ દરમિયાન અમદાવાદની જાણિતી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. સ્વભાવિક છે કે, વધતી ઉંમર પછી શરીર સાથ આપવાનો છોડી દે છે. બેસવાથી લઈને ચાલવા સુધી મુશ્કેલીઓ પડતી હોય છે. જોકે, આઝાદીનો જશ્ન ઉજવવા માટે કર્ણાવતી ક્લબમાં મોટી સંખ્યામાં સીનિયર હસ્તિઓએ પોતાની હાજરી નોંધાવી હતી. ધ્વંજવંદનની સાથે-સાથે તમામ લોકોએ દેશભક્તિના નારાઓ લગાવીને દેશદાઝ દર્શાવી હતી.
આ દરમિયાન યુવા અને નાના બાળકોએ પણ હાજરી આપી હતી. સ્વભાવિક છે કે, ભારતના ભવિષ્ય સમાન બાળકો આપણા વડીલો પાસેથી જ શિખતા હોય છે. તેવામાં રાજપથ ક્લબમાં વડીલોની બહોળી હાજરીએ બાળકોમાં પણ દેશભક્તિનું સિચાર કર્યું.
આઝાદીની ઉજવણી દરમિયાન હોન. સેક્રેટરી કેતનભાઈ, અજયભાઈ ઠક્કર, ડૉ. આશિષ ભાઈ દેસાઈ, ભાવેશ ભાઈ પટેલ, વિરલ ભાઈ પટેલ, અનિલ પટેલ, નિકીભાઈ પટેલ, સંજયભાઈ ગાંધી, રાકેશ ભાઈ શાહ, નિલેશભાઈ દેસાઈ, ધવલભાઈ બારોટ, રાકેશભાઈ પટેલ, કિન્નર ભાઈ શાહ અને ભાવેશ લાખાણીએ પોતાની હાજરી નોંધાવી હતી.
આ પણ વાંચો-હવામાન વિભાગની નવી આગાહી, જાણો ગુજરાતમાં વિરામ લીધા બાદ હવે વરસાદ ક્યાં ધબધબાટી બોલાવશે