ગુજરાત

ગુજરાતમાં 95 જળાશયોમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ, જાણો સરદાર સરોવરમાં પાણીની આવક

Text To Speech
  • રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો
  • કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા
  • રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ

ગુજરાતમાં 95 જળાશયોમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. તેમજ રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જળસંગ્રહ સાથે કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. તથા કચ્છ ઝોનમાં સૌથી વધુ 136.06 ટકા વરસાદ થયો છે. રાજ્યના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા હવે રાજ્યમાં જળસંકટ રહેશે નહિ.

આ પણ વાંચો: અમદાવાદ: અજાણી મોબાઈલ એપ ડાઉનલોડ કરતા સાવધાન, રૂ.20 લાખ ઉડી ગયા 

કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ જાણી રહેશો દંગ 

રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ

રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

Back to top button