પોલીસ એક્શન મોડમાં, કારમાં ડાર્ક ફિલ્મો વાળાની ખેર નહીં
- હવે ગાડી માલીક સાથે ડાર્ક ફિલ્મોનું વેચાણ કરનાર વેપારીઓ સામે પણ થશે કાર્યવાહી
HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યભરમાં કાળા કાચ વાળી ગાડીઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી શકે છે. ડાર્ક ફિલ્મો વાળી ગાડીઓના માલીકો સામે તો પોલીસ કાર્યવાહી કરશે જ પરંતુ હવે ડાર્ક ફિલ્મોનું વેચાણ કરનાર વેપારીઓની સામે પણ કેસ કરી કાર્યવાહી કરશે.
કેમ ડાર્ક ફિલ્મ કાચ પર પ્રતિબંધ?
ગાડીઓના કાચ ઉપર ડાર્ક-કાળી ફિલ્મ લગાવીને ફરતા નબીરાઓ ચાલુ ગાડીમાં જ દારૂની મહેફિલ, ડ્રગ્સનો નશો કરતા હોય છે. જ્યારે જુગારીઓ ચાલુ ગાડીમાં ક્રિકેટ સટ્ટો રમે છે અને કોલ સેન્ટર પણ ચલાવે છે. તેમજ ડાર્ક ફિલ્મ લગાવીને નબીરાઓ સ્ટંટ-રેસ કરે છે. આવા ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે ગાડીઓમાં કાળા કાચ એટલે કે ડાર્ક ફિલ્મ પર પ્રતિબંધ છે.
જો ડાર્ક ફિલ્મ ગાડી પકડાય તો હાલ કેટલો દંડ વસુલે છે પોલીસ?
હાલમાં ડાર્ક ફિલ્મ લગાવેલા કાચ વાળી ગાડી પોલીસ પકડે તો પહેલા તો પોલીસની હાજરીમાં જ ડાર્ક ફિલ્મ કાઢી દેવાય છે. તેમજ ગાડી માલિક પાસેથી રૂ.500 થી 1000 સુધીનો દંડ વસૂલ કરે છે. ફિલ્મ ઉતરાવી લેવાની અને દંડ વસૂલ કરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં ચાલુ રહેશે.
પોલીસ માત્ર દિવસે જ નહી પરંતુ હવે રાત્રે પણ કરે છે વાહન ચેકિંગ:
ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી હાલમાં રોજ રાત્રે પોલીસ 10થી 2 વાગ્યા સુધી નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી રહી છે. જેમાં એ વાત સામે આવી છે કે, દર 100 માંથી 50 થી 60 ગાડીઓના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવવામાં આવી હોય છે. જેને લઈને હવે પોલીસ કાર માલીક જોડેથી તો દંડ વસુલશે ઉરાંત ડાર્ક ફિલ્મનું વેચાણ કરનાર વેપારીઓ સામે પણ કેસ કરીને ઘરપક કરવામાં આવશે.
આ પણ વાંંચો: ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ જાણી રહેશો દંગ