અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો લાલ કિલ્લા પર પીએમ મોદીએ લહેરાવ્યો તિરંગો, રશિયામાં મોટી દુર્ઘટના, જાણો સ્વાતંત્ર દિવસ પર ક્યાં બ્લાસ્ટની ધમકી મળી

પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપની સલામી આપવામાં આવી હતી. આ પહેલા પીએમ મોદી સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.મંગળવારે 77મા સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 10મી વખત તિરંગો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સંબોધન કરતા PM મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી. PM મોદીએ સરકારના 10 વર્ષના કામોનો હિસાબ આપ્યો હતો.મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી પણ આપી હતી. પ્રથમ- આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. બીજી- શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે. ત્રીજી, દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.

અમદાવાદનો યુવક લંડનમાં ગુમ
અમદાવાદનો યુવક લંડનમાં ગુમ થયાની ઘટના સામે આવી છે. 4 દિવસથી અમદાવાદના યુવક કુશ પટેલનો કોઈ પત્તો નહીં હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો, તે મૂળ વહેલાલ અને નવા નરોડાનો રહેવાસી છે. લંડનમાં 10 ઓગસ્ટથી કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણકારી મળી છે.પરિવારે રૂમમેટને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. પરિવારનો યુવક સાથે 24 કલાક સુધી સંપર્ક ન થતા પરિજનો ચિતામાં મુકાઈ ગયો હતો. જો કે, સમગ્ર મામલાને લઈ લંડનમાં વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, 2022માં કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટનું ભણવા લંડન ગયો હતો.બે-ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને હિસાબ આપવાની ચિંતા હોવાની આશંકા છે. ચિંતામાં કુશ મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. કુશ લંડનથી પરિવારને નાણાં મોકલતો હતો અને કુશ પટેલે મોકલેલા નાણાંથી પરિવારનું ગુજરાન ચાલતું હતું.

અમદાવાદના બાપુનગરમાં પુત્રએ કરી માતાની હત્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી ચકચારીત ક્રાઈમની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધ માતાને પુત્રએ લોખંડના હથોડાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભગતીનગર પાસેના મકાનમાં પુત્રએ વૃદ્ધ  માતાની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પુત્રને દારૂના નશાની ટેવ હોવાનું પણ સામે આવ્યું છે. જેથી હાલ સમગ્ર ઘટનાને લઈ બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, હત્યા કેમ કરી તે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મહત્વનું છે કે, અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઈમનો રેડિયો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં હવે એક પુત્રએ જ માતાની આટલી બર્બરતા પૂર્વક હત્યા કરી નાસી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો પતિ
ઉત્તર પ્રદેશમાં એક બિઝનેસમેને તેમની પત્નીને કથિત રીતે મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. જેની પાછળ આડકતરી રીતે સોશિયલ મીડિયા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે પત્નીને instagram પર ખૂબ ફોલોઅર્સ હતા અને પતિની ગેરહાજરીમાં પત્નીને મળવા આવતા હોવા સહિતની શંકા જતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. 13 ઓગસ્ટ ના રોજ બને વાહનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ઝઘડો થઈ ગયો હતો. જોતજોતામાં માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ કથિત રીતે પત્નીનું ગળું દબાવી તેમને પરલોક પહોંચાડી દીધી હતી. એટલું જ નહિ કલાકો સુધી મૃતદેહને કારમાં બંધ રાખ્યો હતો. આ બધામાં ચોંકાવનારી વાત એ છે કે, આ દરમિયાન પુત્ર અને પુત્રી પણ કારમાં સાથે હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં આવી ત્યારે પુત્ર અને પુત્રીએ પિતાની હરકત અંગે પોલીસને જણાવ્યું હતું. બાદમાં હત્યા પ્રકરણ ઉઘાડું પડતા પોલીસે આરોપીને દબોચી લઇ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી રાહુલ મિશ્રા ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીનો માલિક છે. જેને 2008માં પ્રેમિકા મોનિકા સાથે લવ મેરેજ કર્યા હતા. તેની પત્ની મોનિકા ગુપ્તા ગૃહિણી હતી. હાલ તેઓ 12 વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્ર સાથેલખનૌના પારા વિસ્તારમાં રહેતા હતા. હાલ પોલીસે આરોપી પતિને પકડી લીધો છે.

રશિયામાં મોટી દુર્ઘટના
રશિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે. જ્યાં એક ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે 25 લોકોના મોત થયા છે અને 66 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના રશિયાના દાગેસ્તાની શહેરની છે. મૃત્યુઆંક વધાવાની શક્યતા છે.સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ, આગ હાઇવેની બાજુમાં સ્થિત એક ઓટો રિપેર શોપમાં શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તે ધડાકા સાથે નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ગેસ સ્ટેશન ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. આ આગના કારણે એક માળનું મકાન પણ બળીને રાખ થઈ ગયું હતું. આ ઘટના અંગે એક દાગેસ્તાનીના ગવર્નર સર્ગેઈ મેલિકોવે જણાવ્યું કે આ ઘટના સવારે બની છે.

દાદરમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટની ધમકી
૧૫ ઓગસ્ટના દાદરમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ થશે એવી પોલીસને ધમકી આપનારા યુવકની લાતુરથી ધરપકડ કરવામાં આવી છે આરોપીએ સાયબર પોલીસની હેલ્પલાઇન પર કોલ કર્યો હતો.બીકેસી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કલમ ૫૦૬ (૨), ૫૦૫ (૧), (બ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે તેને ૧૭ ઓગસ્ટ સુધીની જ્યુડિશિયલ કસ્ટડી આપી હતી.ગત 12 ઓગસ્ટના બપોરે ૨.૩૯ વાગ્યે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ અભિજીત રાઉળ (ઉં.વ.૪૫) ડયુટી પર હતો. ત્યારે સાયબર હેલ્પ લાઇન પર અજાણ્યા આરોપીએ મોબાઇલથી ફોન કર્યો હતો.’૧૫ અગસ્ટ કે દિન દાદર મેં સિરીયલ બ્લાસ્ટ હોગા’ એવી ધમકી આપી તેણે ફોન બંધ કરી દીધો હતો. ધમકી ભર્યા ફોન બાદ બીકેસી પોલીસમાં કેસ નોંધી આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. દરમિયાન આરોપી લાતુરના ઉદગીરમાં હોવાની પોલીસને ખબર પડી હતી. જેના આધારે તેની ધરપકડ કરાઇ હતી.

એલ્વિશ યાદવ બિગ બોસ OTT 2 નો વિજેતા બન્યો
બિગ બોસના ફેન્સ માટે સારા સમાચાર છે. શોને તેનો વિનર મળી ગયો છે. એલ્વિશ યાદવ વિજેતા બન્યો છે. અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ અને મનીષા રાની સેકન્ડ રનર અપ રહી હતી. શોનો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મનોરંજક હતો. બિગ બોસના ટોપ 3 સ્પર્ધકોની વાત કરીએ તો એલ્વિશ યાદવ, મનીષા રાની અને અભિષેક મલ્હાન રહ્યા હતા. શોની ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મજેદાર રહી હતી. આ શોમાં બાદશાહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળ્યા હતા. તે જ સમયે મહેશ ભટ્ટ પણ પૂજા ભટ્ટને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પણ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. શોના ભૂતપૂર્વ સ્પર્ધકોએ પણ પરફોર્મ કર્યું હતું. આ શોમાં ડાન્સ પરફોર્મન્સથી લઈને કોમેડી બધું જ જોવા મળ્યું હતું. આ શોમાં ફલક નાઝ, અવિનાશ સચદેવા, આલિયા સિદ્દીકી, જિયા શંકર, પુનીત કુમાર, પલક પુરસ્વાની, આકાંક્ષા પુરી, જેડી હદીદ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

Back to top button