ગુજરાત

ગાંધીનગરમાં G-20 દેશોના આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

Text To Speech
  • હેલ્થ ટ્રેક બેઠકો 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને દિલ્હીથી વર્ચ્યુઅલી સંબોધન કરશે
  • તમામ સત્રો બાદ પ્રતિનિધિઓ માટે એક્ઝિવિશન ટૂર યોજાશે

ગાંધીનગરમાં G-20 દેશોના આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે. જેમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાશે. જી-20 દેશોના આરોગ્ય મંત્રીઓની 18-19મીએ ગાંધીનગરમાં બેઠક યોજાવાની છે.  જેમાં 18મીએ ઉદ્ઘાટન સત્રમાં PM મોદી વર્ચ્યુઅલી જોડાશે. તથા 19મીએ જી-20ના નાણા મંત્રીઓ પણ જોડાશે. તેમજ નાણામંત્રીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

આ પણ વાંચો: ગુજરાત માટે અંબાલાલ પટેલે વરસાદ માટે કરી આગાહી, આ તારીખથી વિવિધ વિસ્તારોમાં થશે મેઘમહેર 

હેલ્થ ટ્રેક બેઠકો 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે

જી-20 દેશોના આરોગ્ય વિષય સંબંધી આરોગ્ય કાર્યકારી જૂથના ડેપ્યુટીઓ તથા આરોગ્ય કાર્યકારી જૂથના મંત્રીઓની હેલ્થ ટ્રેક બેઠકો 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે, જેમાં 18મીના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને દિલ્હીથી વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ ઉદ્ઘાટન સત્ર સહિત ત્રણ દિવસના કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ કેન્દ્રીય આરોગ્ય સચિવ તથા અધિક સચિવ પણ હાજર રહેશે.

આ પણ વાંચો: 77માં સ્વાતંત્રતા પર્વની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે ઉજવણી કરી 

તમામ સત્રો બાદ પ્રતિનિધિઓ માટે એક્ઝિવિશન ટૂર યોજાશે

બેઠકના પહેલા દિવસે 17મીએ જી-20 ઇન્ડિયા હેલ્થ અંગે ભારત સરકારના આઉટકમ ડોક્યુમેન્ટનો ઓવરવ્યૂ યોજાશે. પહેલું સત્ર આરોગ્ય કટોકટી નિવારણ, તૈયારી, પ્રતિભાવ ઉપર યોજાશે. ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રી તથા બ્રાઝિલના આરોગ્ય મંત્રીઓ તેમજ સભ્ય દેશોના, આમંત્રિત દેશોના મંત્રીઓ તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે. બીજા દિવસે ઉદ્ઘાટન સત્ર બાદ પારંપારિક ઔષધી ઉપચાર ઉપર પેનલ ચર્ચા થશે. તમામ સત્રો બાદ પ્રતિનિધિઓ માટે એક્ઝિવિશન ટૂર યોજાશે. 19મીએ છેલ્લા દિવસે વેક્સિન, થેરાપ્ટિક્સ, ડાયોગ્નોસ્ટિક્સ, યુનિવર્સલ હેલ્થકેર-કવરેજ, સર્વિસ ડિલિવરી ઉપર ચર્ચા થશે. ટ્રોઇકા દ્વારા સમાપન સત્રમાં ટિપ્પણી થશે. ત્યારબાદ જી-20ના આરોગ્ય મંત્રીઓ સાથે જી-20ના નાણામંત્રીની બેઠક યોજાશે, જેમાં નાણામંત્રીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

Back to top button