ગુજરાતટોપ ન્યૂઝ

આહાર, આરોગ્ય અને આવાસને સરકારે પ્રધાન્ય આપ્યુ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Text To Speech
  • આહાર, આરોગ્ય અને આવાસને સરકારે પ્રધાન્ય આપ્યુ
  • 1600 કિ.મી લાંબા દરિયાકિનારે બંદરોનો વિકાસ થયો
  • 1262 કરોડના ખર્ચે 3 કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું

77 મો સ્વાતંત્રતા પર્વની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડ ખાતે ઉજવણી કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરી છે. વલસાડના ધમડાચીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તિરંગો ફરકાવ્યો છે. આ સાથે વલસાડમાં શાનદાર પરેડ પણ યોજાઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાત માટે અંબાલાલ પટેલે વરસાદ માટે કરી આગાહી, આ તારીખથી વિવિધ વિસ્તારોમાં થશે મેઘમહેર 

1262 કરોડના ખર્ચે 3 કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું

વલસાડમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું છે. તેમજ ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે રાજ્યના લોકો એ જ રાજ્યની તાકાત છે. આહાર, આરોગ્ય અને આવાસને સરકારે પ્રધાન્ય આપ્યુ છે. રાજ્યના લોકોને ઘર મળે તે માટે સરકારે કામ કર્યુ છે. તેમજ રોડ નેટવર્ક મજબુત કરવા 2200 કરોડની રકમ મંજૂર કરી છે. તેમજ 1262 કરોડના ખર્ચે 3 કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું છે.

1600 કિ.મી લાંબા દરિયાકિનારે બંદરોનો વિકાસ થયો

1600 કિ.મી લાંબા દરિયાકિનારે બંદરોનો વિકાસ થયો છે. ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય છે. તેમજ આઝાદીના અમૃતકાળ અવસરે ભારતને જી – 20 સમિટની યજમાની રહી છે. ભારતને પણ 16થી વધુ બેઠકોનું આયોજન કરવાની તક મળી છે. સેમિકન્ડક્ટરનો સૌપ્રથમ પ્લાન્ટ દેશમાં ગુજરાતમાં છે. ગાંધીનગરનું ગિફ્ટ સિટી દેશમાં બિઝનેસ હબ છે. દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં નવા કિર્તિમાન સ્થાપ્યા છે.

આઝાદી પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી

આઝાદી પર્વ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે ધ્વજવંદન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણમાં, કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ સુરતમાં, ઋષિકેશ પટેલ વડોદરામાં, રાઘવજી પટેલ રાજકોટમાં, કુંવરજી બાવળીયા અમદાવાદમાં, મુળુભાઇ બેરા કચ્છમાં, કુબેરભાઇ ડિંડોર છોટાઉદેપુરમાં અને ભાનુબેન બાબરિયા જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું છે.

Back to top button