ગુજરાત

ડીસાની ટાંકી અને સમ્પના પાણીના ક્લોરીનેશનની ચકાસણી કરાઈ

Text To Speech

પાલનપુર: ડીસાના શહેરી વિસ્તારમાં પીવાના પાણીથી રોગચાળો ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે ડીસાના તમામ વોર્ડમાં પાણીના ટાંકાના ક્લોરીનેશન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો ન વધે તે માટે પાણી ના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી.


પાણીજન્ય રોગચાળો ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી
આગામી સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી છે. ત્યારે આવા સમયે પાણીજન્ય રોગચાળા થવાની ભીતિ સેવાઇ રહી છે. દર વર્ષે ચોમાસુ શરૂઆત થતાની સાથે જ પાણીથી થતા રોગ સામે આવતા હોય છે. ક્યારેક પાણીને ક્લોરીનેશન ન કરવામાં આવતાં મોટાભાગના વિસ્તારોમાં પાણીજન્ય રોગો થતા હોય છે.સૌથી વધુ પાણીના કારણે ચામડીના રોગ સામે આવતા હોય છે. ત્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલના પગલે પાણી અને વાયુજન્ય રોગચાળાની સ્થિતિ સર્જા‍ઇ શકે તેવી સ્થિતિ જોવા મળતા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પાણીના ટાંકાનું ક્લોરીનેશન ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસા ખાતે પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી આરોગ્ય વિભાગની અલગ -અલગ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં ડીસામાં આવેલા તમામ પાણીના ટાંકામાં નગરપાલિકા દ્વારા પાણીનું કલોરીનેશન કરવામાં આવે છે કે નહીં. તેની ચકાસણી કરવામાં આવી હતી.

દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય રોગ શરૂ થઇ જતા હોય છે.જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા પાણીના ટાંકા અને બોરવેલમાં રોજેરોજ ક્લોરીનેશન કરવામાં આવે છે. જેના કારણે પાણીજન્ય રોગથી બચી શકાય છે.પરંતુ ડીસા શહેરમાં આવેલા અમુક વિસ્તારોમાં બોર ઓપરેટરોની બેદરકારીના કારણે પાણીમાં ક્લોરીનેશન થતું નથી. જેના કારણે ડાયેરિયા,ટાઇફોડ, કોલેરા જેવા રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.કે આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે. તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.અને લોકોના ઘરો સુધી પહોંચી ક્યાંય વરસાદી પાણી ન ભરાય ઘરોમાં કુંડા કે ટાયરોમાં પાણી ન ભરાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.જે બાદ વધુમાં વધુ પાણીમાં ક્લોરીનેશન થાય તે માટે પણ ડીસા નગરપાલિકા ને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે.

Back to top button