જીવનના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હો તો અપનાવો આ ટિપ્સ
- આરામથી બેસીને થોડુ વિચારો
- ખરાબ સમયમાં ડિપ્રેશન આવે છે
- કોઇ પણ સંજોગોમાં ધીરજથી કામ લો
લાઇફમાં હંમેશા સારા દિવસો હોતા નથી. ક્યારેક ક્યારેક ખરાબ સમય પણ આવે છે. આવા સંજોગોમાં તમારે હતાશ કે નિરાશ ન થવુ જોઇએ. તમારે મુશ્કેલ સમયમાં ધીરજથી કામ લેવુ જોઇએ. સમસ્યાઓનુ સમાધાન શોધવા માટે આરામથી બેસીને વિચારવુ જોઇએ. જો તમારી અંદર કંઇ કમી હોય તો તેને દુર કરવાની કોશિશ કરો. ખરાબ દિવસો જલ્દી ખતમ થઇ જશે. આજે તમને ખરાબ સમયમાં આવી જતા ડિપ્રેશનથી બચવાની ટિપ્સ આપીએ છીએ.
કેમ થાવ છો તમારી લાઇફથી નારાજ?
ખરાબ સમયના કારણો કોઇ પણ હોઇ શકે છે. જેમ કે પ્રોજેક્ટમાં ગરબડ, એક્ઝામમાં નિષ્ફળતા, બોસ કે તમારા જ પરિવારના લોકો સામે નારાજગી, આર્થિક તંગી, કોઇ પોતાની વ્યક્તિનું અચાનક સાથ છોડીને ચાલ્યા જવુ. જ્યારે તમે તણાવ વધુ લો છો ત્યારે તમારી તબિયત ખરાબ થવા લાગે છે અને તમારુ મન ઉદાસ રહે છે. આ કારણે તમે ખુદને નિગ્લેક્ટેડ સમજવા લાગો છો. તેના કારણે એન્ગઝાઇટી અને સ્ટ્રેસ તેમજ ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. ક્યારેક ક્યારેક તો વ્યક્તિને આત્મહત્યાના વિચાર પણ આવવા લાગે છે. તેથી તમારે આ સંજોગોમાં ધીરજથી કામ લેવુ જોઇએ.
ખુદને કેવી રીતે તૈયાર કરશો?
તમારો ખરાબ કે મુશ્કેલ સમય જ તમારી લાઇફનો એ સમય છે જેમાં તમારે ઉદાસ અને નિરાશ થવાના બદલે સામાન્ય સમય કરતા પણ વધુ સતર્ક થવાનું છે. તમે નિષ્ફળ થાવ તો પણ હાર ન માનો. તેના કારણોની સમીક્ષા કરો જેના કારણે તમારી લાઇફમાં આમ બની રહ્યુ છે. ખુદને ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો અને એવા કામમાં મન લગાવો, જેમાં તમને ખુશી મળે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાના આ સમયમાં તમારા સંબંધોને આ રીતે રાખો સુરક્ષિત
હસવાનો મોકો ન છોડો
તમારે તમારી લાઇફમાં હસવાનો મોકો ન છોડવો જોઇએ. એવા લોકો સાથે સમય વીતાવવો જોઇએ, જેમની સાથે તમને ખુશી મળતી હોય. આમ કરવાથી તમે તમામ દુઃખ ભુલી જશો. પ્રોગ્રેસિવ માઇન્ડ સેટ અપનાવો. પ્રોગ્રેસિવ માઇન્ડ સેટ અપનાવનારા લોકો પડકારોને પણ પ્રેમ કરવા લાગે છે અને નિષ્ફળતાઓને સ્વીકારે છે. પ્રોગ્રેસિવ માઇન્ડ સેટ હશે તો વ્યક્તિ ભાવનાત્મક નબળાઇઓથી પણ નિરાશ થતી નથી. તેથી ખરાબ સમયમાં પ્રોગ્રેસિવ માઇન્ડ સેટ રાખવો જરૂરી છે.
શું કહે છે એક્સપર્ટ્સ
ખરાબ દિવસોમાં તમે તમારી તકલીફો અને નિષ્ફળતાઓ પર તો ચિંતન કરતા જ હશો, પરંતુ જો તમે દરેક વ્યક્તિ સાથે તેની ચર્ચા કરશો તો તકલીફોમાંથી બહાર નહીં નીકળી શકો. તમે ખુદને કોસતા રહેશો અને નકારાત્મક વિચારો જ મગજમાં લાવતા રહેશો. આમ ન કરો. એ વિચારોમાંથી બહાર આવો.
આ પણ વાંચોઃ શું તમે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ફરક જાણો છો?