ગુજરાત

ડીસાના જુનાડીસા- શિવનગર ના વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ન મળતાં રોષ

Text To Speech

પાલનપુર: ડીસા ખાતે ધારાસભ્ય શશીકાંત પંડયાની અધ્યક્ષતામાં નાયબ કલેકટર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટનું નિ:શુલ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ 60 થી વધુ લોકોને પ્લોટ ન મળતા રોષ જોવા મળ્યો હતો.

સાઈઠથી વધુ લોકો વંચિત રહી ગયા
દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારી રીતે રહી શકે તે માટે પ્લોટ નું વિતરણ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બુધવારે ડીસામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા વિચરતી વિમુક્તિ જાતિના 60 લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્લોટનું નાયક કલેક્ટર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે અન્ય વિચરતી વિમુક્તિ જાતિના લોકો દ્વારા ફોર્મ ભર્યું હોવા છતાં તેમણે આજે લિસ્ટમાં નામ આવ્યું ન હતું. જેના કારણે વિચરતી વિમુક્તિ જાતિના ૬૦થી પણ વધુ લોકો નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી ગયા હતા. અને કયા કારણોસર તેમને પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. તે અંગે ડીસાના ધારાસભ્ય અને નાયબ કલેકટર યુ. એસ. શુક્લાને રજૂઆત કરવામાં આવી હતી. જે વાત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ સરકારની પ્લોટ આપવાની યોજનામાં આગામી બે મહિનામાં તમામ લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત કરતા વિચરતી વિમુક્ત જાતિના લોકો ધારાસભ્યનો આભાર માન્યો હતો.

 

Back to top button