નેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Twitter પર DPમાં ત્રિરંગો મૂકતાં જ બ્લુ ટિક ગાયબ થઈ ગયા છે પણ ટેન્શન ન લો, આ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ ટ્વિટ કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગામાં કરે, ત્યારે પ્રોફાઈલ પિક્ચર બદલાતાની સાથે જ સીએમ યોગીથી લઈને BCCI સુધીના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે. પરંતુ લોકોએ આમાં ગભરાવાની જરૂર નથી. ચાલો જાણીએ ટ્વિટરના  આ નવા નિયમો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની જેમ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે. આ વખતે વડા પ્રધાને દરેકને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડીપી બદલવા અને ત્રિરંગાની તસવીર લગાવવાની અપીલ કરી હતી. પરંતુ આ વખતે ટ્વિટર પ્રોફાઈલ બદલતાની સાથે જ ઘણા લોકોના બ્લુ ટિક એકાઉન્ટમાંથી હટાઈ દેવામાં આવ્યા હતા.

કોના કોના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થયા?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સુધી, BCCIએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દીધી છે. આ સિવાય ઘણા એવા યુઝર્સ છે, જેમની ડીપી બદલતાની સાથે જ બ્લુ ટિક ગાયબ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ ટ્વિટરના નિયમો જાણવાની જરૂર છે.

ટ્વિટરના નવા નિયમના કારણે બ્લુ ટિક હટી રહ્યા છેે, ક્યારે પાછા મળી શકે છે બ્લુ ટિક: 

ટ્વિટરના નિયમો અનુસાર, જો વપરાશકર્તા તેની પ્રોફાઇલ ચિત્રમાં ફેરફાર કરે છે, તો તેનું બ્લુ ટિક ચેક માર્ક દૂર થઈ જશે. જો કે તે અસ્થાયી હશે, ફોટોની સમીક્ષા કર્યા પછી, બ્લુ ટિક ફરીથી પરત કરવામાં આવશે. જોકે આ સમીક્ષા પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી જ્યા સુધી બની શકે ત્યાં સુધી ટ્વિટર પોફાઈલ બદલવી જ ના જોઈએ જેથી બ્લુ ટિક ફરી પાછા લેવામાં રાહ ના જોવી પડે.

એલોન મસ્કે નિયમોમાં કર્યા હતા ફેરફાર:

તમને જણાવી દઈએ કે બ્લુ સબસ્ક્રિપ્શન એલોન મસ્ક દ્વારા ટ્વિટરને હસ્તગત કર્યા પછી શરૂ થયું હતું. આ પછી યુઝર્સને 650 રૂપિયા (વેબ) અને 900 રૂપિયા (એપ)ના ચૂકવવા પડશે. આ પ્લાન પહેલા બ્લુ ટિક ફ્રીમાં ઉપલબ્ધ હતી.

આ મુખ્યમંત્રીઓના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે

વડા પ્રધાનના ટ્વીટ પછી, સામાન્ય લોકો સહિત ઘણા મુખ્ય પ્રધાનોએ પણ તેમના પ્રોફાઇલ પિક્ચર બદલ્યા છે. આ પછી, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ચેક માર્ક દૂર કરવામાં આવ્યો હતો. આ યાદીમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતના નામ સામેલ છે.

બ્લુ ટિકના શું છે ફાયદા:

ટ્વિટર પર જોવા મળતા બ્લુ ટિક ચેક માર્ક યુઝર્સની અધિકૃતતા દર્શાવે છે. વાસ્તવમાં, માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એક જ નામના ઘણા એકાઉન્ટ્સ હોઈ શકે છે. આ કિસ્સામાં, બ્લુ ટિક વાસ્તવિક એકાઉન્ટ બતાવે છે. અગાઉ ટ્વિટર દ્વારા બ્લુ ટિક ફ્રીમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સેવાને સબસ્ક્રિપ્શન આધારિત બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ રાજ્યના આ 20 પોલીસ અધિકારીઓને મળશે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ

Back to top button