INDEPENDENCE DAY 2023 : શું તમે પણ ધ્વજવંદન અને ધ્વજારોહણને સમજવામાં કરી રહ્યા છો આ ભૂલ?, જાણો આ મોટા અંતર વિશે
- આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ
- દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર ઉજવણી કરાશે
- બંને દિવસે કરવામાં આવતાં ધ્વજવંદન અને ધ્વજારોહણ વચ્ચે શું અંતર
15મી ઓગસ્ટ એટલે કે, સ્વતંત્રતા દિવસને હવે ગણતરીનો સમય બાકી છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આ તહેવારને ધામધૂમથી ઊજવવામાં આવે છે. પરંતુ આ બંનેની ઉજવણી ખૂબ રંગેચંગે કરવામાં આવે છે. તમામ લોકો દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળતા હોય છે. આ બંન્ને મહત્વના દિવસો હોવાથી આ બંને દિવસે ધ્વજવંદન કરવામાં આવે છે.પણ શું તમે લોકો જાણો છો કે,આ બંને દિવસે કરવામાં આવતાં ધ્વજવંદન અને ધ્વજારોહણ વચ્ચે શું અંતર છે? તો આજે આપણે ધ્વજવંદન અને ધ્વજારોહણના અંતર વિશે વાત કરીશું.
ધ્વજારોહણ અને ધ્વજવંદન વચ્ચનું અંતર
સૌથી પ્રથમ વાત કરીએ તો 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન. આ દિવસે તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે. પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે, કારણ કે 15 ઓગસ્ટ, 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. એ સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે. તેને ખોલીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજ ફરકાવવો કહે છે. જેને તમામ લોકો દ્વારા એક સરખી સલામી આપવામાં આવતી હોય છે. જેને ધ્વજવંદન કહેવામાં આવે છે.
સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન વચ્ચેનું અંતર
સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન વચ્ચે બીજુ અંતર એ છે કે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જ કેન્દ્ર સરકારના પ્રમુખ હોય છે, તે ધ્વજારોહણ કરે છે, કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું. રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે, તેમણે પદભાર ગ્રહણ કર્યો ન હતો. જ્યારે 26 જાન્યુઆરીએ દેશનું બંધારણ લાગુ થઇ ગયું હતું, તેના ઉપલક્ષ્યમાં ઊજવવામાં આવે છે. તે દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે. જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં ગણતંત્ર દિવસને વધુ ધામધૂમથી ઊજવવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પરેડ હોતી નથી. જ્યારે પ્રજાસત્તાક દિને દેશ પોતાના સૈન્યની તાકાત અને સાંસ્કૃતિક એકતા દર્શાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે સ્વતંત્રતા દિને આવું નથી થતું.26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સમારોહના મુખ્ય અતિથિ આવે છે, એટલે કે વિદેશી વડાઓને સેરેમનીમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવે છે. જ્યારે સ્વતંત્રતા દિને આવું કંઇ થતું નથી.
આ પણ વાંચો : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ રાજ્યના આ 20 પોલીસ અધિકારીઓને મળશે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ