15 ઓગસ્ટનેશનલયુટિલીટી

શું તમે જાણો છો ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ વિશે?

ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગાને પસંદ કરવામાં આવ્યો, જે ભારતનો રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

પાંચ ભારતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ:

1. બેલગાવી: ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ બેલગાવી જેને બેલગામ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં ફરકવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજની ઉંચાઈ 360.89 ફિટ છે. આ ધ્વજ કર્ણાટક રાજ્યમાં આવેલો છે

2. અટારી બોર્ડર: ભારતનું સૌથી લાંબુ બીજું રાષ્ટ્રધ્વજ અટારી બોર્ડર પાર આવેલું છે. 120×80 ચો.ફીટ માપ ધરાવતું આ રાષ્ટ્રધ્વજ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રધ્વજ છે. 360 ફુટ લાંબા લોખંડના દંડ પર આવેલું છે. આ રાષ્ટ્રધ્વજ પાકિસ્તાન ભારતની આંતરરાષ્ટ્રીય સીમા અટારી બોર્ડર અમૃતસરમાં આવેલું છે.

3. કોલ્હાપુર: ભારતનું બીજું સૌથી લાંબુ રાષ્ટ્રધ્વજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોલ્હાપુર ખાતે SP ઑફિસની સામે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનું ઉડઘાટન 1 મે 2017ના રોજ કરવામાં આવ્યું હતું. આ ધ્વજની ઉંચાઈ 303 ફૂટ છે.

4. રાંચી: ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ જે કોઈ ઉંચાઈ વાળી જગ્યા પર આવેલો હોય તો એ રાંચીમાં પહારી મંદિર પાર આવેલો રાષ્ટ્રધ્વજ છે. જેનું ઉદઘાટન મોહન પરિકર દ્વારા 23 જાન્યુઆરી 2016 ના દિવસે કરવામાં આવ્યો હતું. પહારી મંદિર પોતાના પ્રાચીન શિવમંદિરો માટે જાણીતું છે. આ ધ્વજની ઉંચાઈ 293 ફુટ છે.

5. હૈદરાબાદ: ભારતના નવા રાજ્ય તેલંગાણાને પોતાની 2જી વર્ષગાંઠ પર 291 ફુટ ઉંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજનું ઉદ્ઘાટન હૈદરાબાદની હુસૈન સાગરસરોવર ના કિનારે સંજીવાહ પાર્ક ખાતે કર્યું હતું.

આ પણ વાંચો: 15મી ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસની કેટલીક અજાણી વાતો

Back to top button