નેતાઓએ ટ્વીટર પર DPમાં લગાવ્યો તિરંગો, DP બદલતા જ એકાઉન્ટમાંથી ભૂરી ફુંદેળી ગાયબ, જાણો કારણ
- PM મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી
- ટ્વિટર પર DP બદલતાની સાથે જ અનેક નેતાઓને ઝટકો
- CM યોગી સહિતના દિગ્ગજોનું બ્લુ ટિક ગાયબ
PM મોદીએ રવિવારે એટલે કે, 13 ઓગસ્ટ 2023ના રોજ 77માં સ્વતંત્રતા દિવસ પહેલા ‘હર ઘર તિરંગા‘ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર તિરંગાનો ફોટો મૂક્યો હતો. સાથે જ લોકોને પણ પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગાનો ફોટો મુકવા અપિલ કરી હતી. વડાપ્રધાન મોદીની મહત્વની અપિલ બાદ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તેમજ અન્ય લોકોએ પોતાનું ડીપી બદલ્યું હતું. જો કે, પોતાનો પ્રોફાઈલ પિક્ચર બદલતાની સાથે જ અનેક નેતાઓને ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગો લગાવવાની અપિલ બાદ ભાજપના મોટાભાગના નેતાઓએ પોતાનો પ્રોફાઈલ પિક્ચર બદલી તેમાં તિરંગો લગાવ્યો હતો. જો કે, આવું કર્યા બાદ જેટલા નેતાઓના એકાઉન્ટ પર બ્લુ ટિક હતી.તે એકાએક ગાયબ થઈ ગઈ હતી. ‘X’ એટલે કે Twitter પર પોતાનું DP બદલતા જ લોકોનું બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીઓનું બ્લુ ટિક દૂર કરાયું
ટ્વીટર પર ડીપી બદલવાને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓની બ્લુ ટિક પણ દૂર કરવામાં આવ્યું હતું. આ નામોમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નામ સામેલ છે. જોકે આ સમયગાળા દરમિયાન ગ્રે ટીકવાળા નેતાઓ સાથે આ જોવા મળ્યું ન હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેતાઓની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ તેના X એકાઉન્ટનો ડીપી બદલી નાખ્યા બાદ ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું.
ટૂંક સમયમાં બ્લુ ટિક પરત અપાશે
મહત્વનું છે કે, આ અંગે ઘણા લોકોએ ફરિયાદો કરતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં જ આ તમામ એકાઉન્ટમાં તેમની ટિક પરત કરશે. જણાવી દઈએ કે X ના નવા નિયમો અનુસાર જો તમે તમારી પ્રોફાઇલ પિક્ચર બદલો છો તો તમારા એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.
આ પણ વાંચો : મણિપુર હિંસા મુદ્દે રાહુલે PM મોદી પર પ્રહારો કર્યા, કહ્યું- દરેક જગ્યાએ લોહી, હત્યા, બળાત્કાર