કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે સવારે સરહદી વિસ્તાર નજીક આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આજે પરોઢિયે પશ્ચિમ કચ્છમાં ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપ
પ્રાપ્ત વિગતો મુજબ,આજે કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છમાં લગભગ પરોઢિયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયુ છે. જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે લોકો લોકો સૂઇ રહ્યાં હતા, અને ભૂકંપ આવતા જ લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત: એક પરિવારને છ પાસપોર્ટ ગુમ થયા અંગેના ખોટા સોગંદનામા કરવા ભારે પડ્યા
જાણો કચ્છમાં કેમ અનુભવાય છે વારંવાર ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે કચ્છમાં અનેક વાર ભૂકંપના આંચકા આવતા હોય છે. ત્યારે વારંવાર ભૂકંપ આવવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ કચ્છના ભચાઉમાં 31 જુલાઇએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 11.38 કલાક 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે, આ બાબતે કચ્છ યૂનિવર્સિટીએ સંશોધન કર્યું છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. અને આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે.
આ પણ વાંચો : 14 ઓગસ્ટ મોટી ઘટનાઓ: ભારત-ચીનના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે આજે બેઠક; ભાજપ પાર્ટીશન સ્મારક વિભિષિકા દિવસ ઉજવશે