- દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના
- દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે
- પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે
ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે. રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી ભેજના કારણે સામાન્ય વરસાદની સંભાવના છે.
દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના
દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડશે, જન્માષ્ટમીએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. તેઓએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે.
પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ
આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.