કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

કચ્છ: BSFના સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ બીચ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં અવાર નવાર નસીલા પદાર્થો અનેક ખુણેથી મળી આવતા હોય છે. ત્યારે આજે 13 ઑગસ્ટ 2023ના રોજ, BSFએ એક વિશેષ સર્ચ ઑપરેશનમાં ભુજના જખૌ કિનારેથી લગભગ 02 કિમી દૂર વેરાન ખિદરત બેટમાંથી આશરે 01 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો મળી આવ્યા છે. પેકેટો પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવ્યા હતા અને દરેક પર ‘ઉડતા ગરુડ’નું ચિત્ર હતું.

  • એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધી જાખાઉ કિનારેથી ચરસના 40 પેકેટ મળી આવ્યા છે.

ભુજ-ચરસ-HDNEWS

આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત તેની જવાબદારીના ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દારુ બાદ ચરસના પેકેટનું વેચાણ વધ્યું હોવાના સંકેત:

રાજ્યમાં દારુના વેચાણ બાદ હવે ગાંજા, ચરસ, ડ્રગ્સનું વેચાણ વધ્યાના સંકેત હોઈ શકે છે, કારણે કે આ અગાઉ પણ કચ્છના દરિયાઇ સીમામાંથી ગત મહિને 28 જુલાઈએ એક ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. આ વિસ્તારમાંથી ચરસ, ડ્રગ્સ જેવી બિનઅધિકૃત વસ્તુઓ ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં મળી આવતુ હોય છે ત્યારે આશરે 1 કિલો ચરસ મળી આવતા દરિયાની સુરક્ષા કરતા બીએસએફએ આ મામલે તપાસ હાથ ધરી હતી.kutch

આ પણ વાંચો: કડી વિસ્તારમાં જુગારીઓ ન રોકવા બદલ પોલીસ કર્મીઓ પર લેવાયા એક્શન

Back to top button