અમદાવાદ પર અકસ્માતોનું ગ્રહણ, દધિચી બ્રીજ પર અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ
- અમદાવાદમાં બેદરકારીથી બસ પાર્ક કરતા રિક્ષા ઘૂસી ગઈ
- દધિચી બ્રીજ પર સર્જાયેલા અકસ્માત બાદ સ્થાનિકો રોષે ભરાયા
- વાહન પાર્કને કારણે વધુ એક અકસ્માત સર્જાયો
અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત બાદ જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાો સામે આવી રહી છે. અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ શહેરના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.રીક્ષા ચાલક ખૂબ ખરાબ રીતે અંદર ફસાઇ ગયો હતો.
પૂરપાટ ઝડપે આવતી રિક્ષા બસમાં ઘૂસી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં આવેલા દધિચી બ્રીજ ઉપર એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂરપાટ ઝડપે આવતી રીક્ષા ખોટી રીતે રોડ પર પાર્ક કરેલી બસમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે રીક્ષાચાલકને ઇજા થઇ છે. પૂરપાટ ઝડપે રીક્ષા બીઆરટીએસ બસમાં ઘૂસી જતા રીક્ષા ચાલક ખૂબ ખરાબ રીતે અંદર ફસાઇ ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રિક્ષામાં ફસાયેવા ચાલકનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પર અકસ્માતોનું ગ્રહણ, બ્રીજ પર વધુ એક અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ#AHEMDABAD #ACCIDENT #DadichiBridge #BRTSBUS #RIKSHA #DRIVER #injury #WRONGSIDEPARKING #LOCALS #Sabotage @AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/gIrxi5KngV
— Hum Dekhenge News (@humdekhengenews) August 13, 2023
આ પણ વાંચો : બાવળા બગોદરા નજીક ગોઝારા અકસ્માતનો મૃત્યુ આંક 12એ પહોંચ્યો, પરિવારમાં શોકનો માહોલ
સ્થાનિકોએ રોષે ભરાઈ કર્યા આક્ષેપ
મહત્વનું છે કે,આ અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, એકાદ કલાકથી વચ્ચે બંધ પડેલ બસના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રોડ પર તોડફોડ કરી હતી. તો બીજી તરફ સુરતમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. નેશનલ હાઇવે પર કડોદરા CNG કટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા પતિ-પત્નીને ટ્રકે અડફેટે લીધા હતા. મહિલાને ટ્રકે કચડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના કારણે 5 વર્ષીય પુત્ર સહિત 4 બાળકોએ માતા ગુમાવી હતી.
આ પણ વાંચો : ઈસ્કોન બ્રીજ અકસ્માતવાળી થતા ટળી : ફુલ સ્પીડમાં કાર દિવાલમાં અથડાઈ,ચાલકનું મોત,અન્ય એક ઈજાગ્રસ્ત