ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ પ્રોફાઇલ પિક્ચર પર લગાવી તીરંગાની તસવીર, લોકોને પણ DP બદલવા કરી અપિલ

  • PM મોદીએ બદલ્યું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું DP
  • સ્વતંત્રતા દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ
  • લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ

આ વર્ષે આપણે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોથી ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ 200 વર્ષના લાંબા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. સાથે જ આ નિમિત્તે શાળાઓ,કચેરીઓ સહિત અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સ્વતંત્રતા દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને મહત્વની અપિલ કરી છે.

પીએમ મોદીએ પ્રોફાઈલ ફોટો પર ત્રિરંગા ઝંડાનો ફોટો મૂક્યો
સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ રવિવારે ટ્વીટ કર્યું અને લોકોને દેશ સાથેના સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં સહકાર આપતા આ પગલું ભરવાનું કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટમાં કહ્યું કે, ‘હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીએ અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વિટરનો ડીપી બદલ્યો છે અને હવે તેમના ડીપી પર ત્રિરંગા ઝંડાનો ફોટો છે.

હર્ષ સંઘવીએ પણ ડીપી પર ઝંડો લગાવ્યો
મહત્વનું છે કે,પીએમ મોદીની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઈલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર કરી દીધી છે. મહત્વનું છે કે,સંસ્કૃતિ મંત્રાલયના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે,હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસમાં લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ વેચાણ માટે મોકલવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે, જનભાગીદારી વધવાથી આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે.

અભિયાનને લઈને દેશમાં ઘણો ઉત્સાહ
કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ અભિયાનને લઈને દેશમાં ઘણો ઉત્સાહ છે, જેને ગયા વર્ષે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યો ત્યારે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.તેમણે કહ્યું કે અમે 2023માં હર ઘર તિરંગા અભિયાનને એ જ સ્કેલ અને પ્રતિબદ્ધતા સાથે ઉજવવાનું લક્ષ્ય રાખ્યું છે જે અમે ગયા વર્ષે કર્યું હતું. ગત વર્ષે જે તૈયારીઓ કરવામાં આવી હતી તે તમામ તૈયારીઓ આ વર્ષે પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ‘તાલી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, સિરીઝ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થશે

Back to top button