અમદાવાદના આ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો
- કચરો એકત્રિત કરવાની કામગીરી સઘન બનાવવા તાકીદ
- મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ
- થલતેજ, ગોતા, લાંભા વોર્ડમાં ડેન્ગ્યૂના કેસ વધ્યા
અમદાવાદના આ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં થલતેજ, ગોતા, લાંભા વોર્ડમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં તંત્ર દ્વારા સઘન પગલાં લેવા તાકીદ છે. તેમજ સગર્ભા મહિલા, નવજાતના મૃત્યુ બદલ ડોક્ટર સામે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તથા એન્ટિ- લાર્વા ઓઈલ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા કન્સ્ટ્રક્શન સાઈટોનું ચેકિંગ કરવા સૂચના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ખાસ કરીને શહેરના ગોતા, થલતેજ, અને લાંભા વોર્ડમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરમાં ઓગસ્ટ મહિનાના પાંચ દિવસમાં એટલેકે તા. 5 ઓગસ્ટ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 83 કેસ નોંધાયા છે. શહેરમાં ડેન્ગ્યૂ સહિત મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા અને મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા, પાણી ભરાયેલ ખાડાઓમાં એન્ટિ- લાર્વા ઓઈલનો છંટકાવ કરવા સહિતના પગલાં લેવા AMC હેલ્થ વિભાગને તાકીદ કરવામાં આવી છે.
સોસાયટીઓમાંથી કચરો એકત્રિત કરવાની કામગીરી સઘન બનાવવા તાકીદ
તાજેતરમાં વટવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં ડોક્ટરની ગેરહાજરીને કારણે તબીબી સારવારના અભાવે એક સગર્ભા મહિલા અને નવજાત શિશુના નીપજેલા મૃત્યુ બદલ જવાબદાર ડોક્ટર સામે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવા મામલે વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઈને ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની ગાડીઓ સમયસર પહોંચે અને ગીતો વગાડીને સોસાયટીઓમાંથી કચરો એકત્રિત કરવાની કામગીરી સઘન બનાવવા તાકીદ કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસ મામલે રાહતના સમાચાર
સ્મશાનગૃહોમાં રજિસ્ટ્રેશન માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવવા સૂચના
શહેરના સ્મશાનગૃહોમાં રજિસ્ટ્રેશન માટે 24 કલાક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં કેટલાંક સમયથી મેલેરિયા, ડેન્ગ્યૂ, ફાલ્સીપારમ અને ચીકનગુનિયાના કેસ વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય રોગચાળાને અંકુશમાં લેવા માટે પગલાં લેવા હેલ્થ વિભાગને સૂચના આપવામાં આવી છે.