ગુજરાત

અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસ મામલે રાહતના સમાચાર

Text To Speech
  • શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસના કેસ વધ્યા હતા
  • સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે
  • સરકારી અને અન્ય ખાનગી હોસ્પિલોમાં કેસ ઘટી ગયા

અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસ મામલે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં શહેરમાં આંખો આવવાના કેસ ઘટતાં રાહત થઇ છે. તેમાં સિવિલમાં નવા માંડ 91 દર્દી છે. તેમજ સિવિલની ઓપીડીમાં એક સમયે રોજ 300 કેસ હતા. જેમાં સંક્રમણ એડીનો વાઈરસ-એન્ટ્રો વાઈરસ દ્વારા ફેલાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો 

સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે

સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે. શહેરમાં આંખો આવવાના એટલે કે કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ઘટાડો થતાં રાહત થઈ છે, સિવિલની આંખની હોસ્પિટલમાં એક સમયે રોજના 250થી 300 આસપાસ કેસ નોંધાતા હતા. જોકે હવે કન્ઝક્ટિવાઈટિસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લે બુધવારે 112 કેસ હતા, એ પછી ગુરુવારે નવા 92 અને શુક્રવારે ઘટીને 91 કેસ આવ્યા છે, આવી જ સ્થિતિ સોલા સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિલોમાં હોવાનું તબીબો કહે છે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરને આપશે કરોડોની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ 

ભેજવાળા વાતાવરણને કારણે વાયરલ કન્ઝક્ટિવાઈટિસના કેસ વધ્યા હતા

ચોમાસામાં સતત ભેજવાળા વાતાવરણને કારણે વાયરલ કન્ઝક્ટિવાઈટિસના કેસ વધ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં કન્ઝક્ટિવાઈટિસના કેસનો રાફડો ફાટતાં એક સમયે અમદાવાદ મ્યુનિ. સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં આંખના ટીપાંનો જથ્થો ખૂટી પડયો હતો, હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે બજારમાં કાળા ચશ્માંના વેચાણમાં પણ જંગી ઉછાળો આવ્યો હતો. મહત્ત્વનું છે કે, નિષ્ણાતોએ આપેલા અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાયરસ દ્વારા ફેલાયો છે, આ સંદર્ભે એમ એન્ડ જે ઈન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદ ખાતે કન્ઝક્ટિવાઈટિસના દર્દીઓની આંખમાંથી લેવાયેલા નમૂનાના લેબોરેટરી પરીક્ષણમાં પણ આ વાયરસની હાજરી જોવા મળી છે. સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે.

Back to top button