
- વાવોલમાં 792 પ્રધાનમંત્રી આવાસોનું પણ લોકાર્પણ કરશે
- 85 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે
- ચંદ્રાસર તળાવના બ્યુટીફિકેશનનું અમિત શાહ ખાતમુહુર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે ગાંધીનગરને કરોડોની ભેટ આપશે. તેમાં રૂપિયા 85 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે. જેમાં ગાંધીનગર ક-7થી માણસા ફોર લેન રોડનું ખાતમુહુર્ત કરશે. માણસામાં LED સ્ટ્રીટ લાઈટ અને પોલના કામનું લોકાર્પણ કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
ચંદ્રાસર તળાવના બ્યુટીફિકેશનનું અમિત શાહ ખાતમુહુર્ત કરશે
ચંદ્રાસર તળાવના બ્યુટીફિકેશનનું અમિત શાહ ખાતમુહુર્ત કરશે. તથા વાવોલમાં 792 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ પણ કરશે. તેમજ અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સવારે 9.30 – વૃક્ષારોપણ ચાણક્યપુરી બ્રિજ પર થશે. તેમજ સવારે 9.40 – ક્રેડાઇ વૃક્ષારોપણ, સોલા, સવારે 10.30 – માણસા, સવારે 10.50 – ચંદ્રાસર ગામ મુલાકાત કરશે. સવારે 10.55 – માણસા બહુચર માતાજી મંદિર દર્શન કરશે. સવારે 11.10 – NSG ભવન ખાતમુહૂર્ત કરશે. બપોરે 1.30 – રાંધેજા રોડ ખાતમુહૂર્ત સાથે જ બપોરે 1.45 – રાંધેજા શાળા આધુનિકીકરણની ભેટ આપશે. બપોરે 2.00 – સરઢવ – આંગણવાડી કાર્યક્રમ તથા બપોરે 2.10 – સરઢવ – ગુડા બગીચાનું લોકાર્પણ કરશે. તથા બપોરે 3.45 – મહાત્મા મંદિર – ટીચર્સ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
વાવોલમાં 792 પ્રધાનમંત્રી આવાસોનું પણ લોકાર્પણ કરશે
વાવોલમાં 792 પ્રધાનમંત્રી આવાસોનું પણ લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજરોજ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ગુડા વિસ્તારના 85 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ –13ના પ્લોટ નંબર 319 અને 309 ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS – 2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા 68 કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા 792 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
85 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરશે
આત્મા ગામડાનો સુવિઘા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા 85લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા 12 કરોડ 34 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામાનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. માણસા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂપિયા 40 કરોડના ખર્ચે ગાંધીનગરના ક-7 થી રાંધેજા-બાલવા-માણસા સુઘીના રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેની સાથે માણસા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1.48 કરોડના ખર્ચે એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ પોલ અને હાઇ માસ્ટ પોલના કામનું ખાતમુહર્ત કરવામાં આવનાર છે. માણસાના વૈભવ- વારસા સમા ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશનનું કામ અમતૃ સરોવર –2.0 યોજના હેઠળ રૂપિયા 4 કરોડ 23 લાખના ખર્ચ થનાર છે. જે કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. માણસા તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે મોડેલ સબ રજીસ્ટિરા કચેરીના નવીન ભવન નિર્માણ કરવાના કામનું ભૂમિ પૂજન કરવામાં આવશે.