ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો

Text To Speech
  • 15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે
  • અમદાવાદ, ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી
  • પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

ગુજરાત રાજ્યમાં 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ આવશે. તથા સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ, આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતનાં શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. અરબી સમુદ્રમાંથી ભેજના કારણે સામાન્ય વરસાદની સંભાવના છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સંભાવના છે. આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.

15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે 15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર આવતીકાલ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માટે ચેતવણી આપવામાં આવી છે.

પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ

આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Back to top button