ગુજરાતટ્રેન્ડિંગ

લુણાવાડામાં દુષ્કર્મના આરોપી આસારામના સમર્થનમાં વાજતે-ગાજતે નીકળ્યું સરઘસ, રેલીમાં પોલીસ પ્રોટેક્શન આપતી દેખાઈ

Text To Speech
  • લુણાવાડામાં પોલીસ પ્રોટેક્શન વચ્ચેરેલી નીકળી
  • દુષ્કર્મી આસારામના સમર્થનમાં વાજતે-ગાજતે રેલી નીકળી

દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હોવાનું સામે આવ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.જેનું રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

વાજતે-ગાજતે રેલી નીકળી
પ્રાપ્ત વિગતો અનુસાર,આજે મહીસાગર જિલ્લાના લૂણાવાડામાં દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલી નીકળી હતી. અહીં તેમની તસવીર સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો રેલીમાં જોડાયા હતા. યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આ રેલી યોજાઈ હતી. બેંડબાજા સાથે વાહનો પર આસારામની તસવીરો મુકીને તેમના સમર્થકો નાચતા ગાતા રેલીમાં હોંશે-હોશે જોડાયા હતા. લંપટ દુષ્કર્મના દોષિત આસારામની આ રીતે રેલી યોજાતા અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

દુષ્કર્મના કેસમાં હાલ દોષિત આસારામ જેલમાં
મહત્વનું છે કે, દુષ્કર્મના કેસમાં દોષિત આસારામ જેલમાં છે અને સજા કાપી રહ્યો છે, છતા તેના સમર્થકો દ્વારા રેલી નીકળતા અનક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આસારામની રેલી યોજીને આ પાછળનો શું ઉદ્દેશ્ય છે અને આ માટે તેમને કોણે મંજૂરી આપે તે પણ સવાલ છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગરના 3 જિલ્લાના લોકો જોડાયા હતા. લુણાવાડાના મુખ્ય રોડ પરથી નીકળેલી આ યાત્રા લુણાવાડામાં રહેલા આશારામ આશ્રમ પર સમાપ્ત થશે.

આ પણ વાંચો : આસારામના પરિવારની વધશે મુશ્કેલી, ગુજરાત સરકાર આ મામલે ખખડાવશે HCના દ્વાર

Back to top button