અધિક અમાસે શિવલિંગ પર અર્પણ કરો આ વસ્તુઓઃ દોષમાંથી મળશે મુક્તિ
- અધિક માસની અમાસનું હોય છે વિશેષ મહત્ત્વ
- અમાસે યોગ્ય ઉપાય કરવામાં આવે તો પિતૃદોષથી મુક્તિ મળશે
- કાળસર્પ દોષ દુર કરવા માટે અમાસ છે મહત્ત્વની
16 ઓગસ્ટ, બુધવારના દિવસે અધિક માસની (પુરુષોત્તમ માસ)ની અમાસ છે. અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ તિથિ પૂર્વજોને સમર્પિત છે. અધિકની અમાસ અને તે પણ અધિક શ્રાવણમાં આવતી અમાસ ખૂબ મહત્ત્વની છે. આ દિવસે પિતૃઓને તર્પણ અને દાન કાર્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરવાથી ગ્રહો અને નક્ષત્રોની અશુભ અસર અને પિતૃદોષ સમાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો અધિક અમાસે આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે તો જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જાણો અધિક અમાસના દિવસે શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ…
આ ઉપાયથી પિતૃ દોષની સાથે પાપનો પણ નાશ થાય છે
અધિક અમાસના દિવસે પ્રદોષ કાળમાં શિવલિંગ પર મધ અને સફેદ તલ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. તેમજ બીપી અને ડાયાબિટીસની બીમારી પણ દૂર રહે છે. સમાજમાં કીર્તિ અને સન્માન વધે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધા પાપનો નાશ થાય છે અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે.
આ ઉપાયથી સર્પ દોષ અને પિતૃદોષ દુર થશે
અધિક અમાસના દિવસે શિવલિંગ પર પાણી અને બીલીપત્ર સાથે ચાંદીનો નાગ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી પિતૃ દોષની સાથે સર્પ દોષ પણ દુર થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ચાંદીનો નાગ અર્પણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધનનો માર્ગ મોકળો બને છે.
આકડાનું પાન ભગવાન શિવને પ્રિય છે તેથી પુરૂષોત્તમી અમાસના દિવસે શિવલિંગ પર આકડાનું પાન ચઢાવવું જોઈએ. આમ કરવાથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર રહે છે અને ગ્રહોની શુભ અસર પણ મળે છે. તેમજ ભગવાન શિવની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થશે
અધિક માસની અમાસના દિવસે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આમ કરવાથી પિતાના દોષ દૂર થાય છે અને સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર શેરડીનો રસ અર્પિત કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. એવી માન્યતા છે કે શેરડીનો રસ ચઢાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
આ ઉપાયથી ગ્રહ દોષ દૂર થશે
જો શક્ય હોય તો અધિક અમાસના દિવસે 108 બીલીપત્ર પર સફેદ ચંદનથી રામ લખો અને પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા શિવલિંગ પર ચઢાવો. જો 108 બીલીપત્ર શક્ય ન હોય તો 11 બીલીપત્ર પણ અર્પણ કરી શકાય છે. આમ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે. આ ઉપાય પાંચમ, તેરસ અને ચતુર્દશી પર પણ કરી શકાય છે.
આ પણ વાંચોઃ આ રીતે બનાવો એવોકાડો મિલ્કશેક, જબરજસ્ત છે ફાયદા