કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગર જિલ્લાની 126 ગ્રામપંચાયતોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરાઇ

Text To Speech

જામનગર જિલ્લાના ગામે ગામ મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ૧૨૬ ગામડાઓમાં અભિયાનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના ૩૧, ધ્રોલ તાલુકાના ૧૦, જોડિયા તાલુકાના ૧૨, કાલાવડ તાલુકાના ૨૬, લાલપુર તાલુકાના ૨૧ અને જામજોધપુર તાલુકાના ૨૨ ગામડાઓમાં મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી કરાઇ હતી.

જામનગરમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરાઇ

વિવિધ ગામડાઓમાં આ અભિયાનની ઉજવણી અંતર્ગત શીલાફલકમનું અનાવરણ જેમાં જે ગામડામાંથી દેશના રક્ષણ માટે કોઈ જવાન શહિદ થયેલ હોય તો તેનું નામ શીલા પર કંડારીને અમૃતસરોવરો, જળાશયો, શાળાઓ, પંચાયત ઓફિસોમાં તે તકતીનું અનાવરણ કરાયું હતું. તેમજ વીરશહીદના પરિવારજનોનું સમ્માન તથા હાથમાં માટીની મૂઠી કે દીવો લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બાદમાં દવજવંદન અને માટી કળશ યાત્રાનું તથા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બગોદરા-બાવળા હાઇવે પરના ગોઝારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતાં ગામ હિબકે ચડ્યું, હૈયાફાટ રૂદન રોઈ પડશો!

કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા હાજર

આ કાર્યક્રમોમાં ગ્રામપંચાતોના આગેવાનઓ, અધિકારીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

700થી વધુ યુવાઓએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી

જામનગર જિલ્લામાં મારી માટી, મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત સેલ્ફી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનની જામનગરની કોલેજોમાં ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગરની ડીકેવી કોલેજ અને જી. એચ. ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી.નાગડા બી. બી. એ કોલેજ ખાતે પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેમાં એનસીસી અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત ૭૦૦ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં માટી લઈ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા માનનીય વડાપ્રધાનના પંચ પ્રણને આવરી લેતી પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ દવજવંદન કર્યું હતું.

આ પણ વાંચો : વડોદરાના છાણીમાં સ્વામિનારાયણ મંદિરમાં બબાલ, મંદિરમાં તાળા બદલવા મામલે થયેલી માથાકુટમાં એકનું મોત

Back to top button