બગોદરા-બાવળા હાઇવે પરના ગોઝારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતાં ગામ હિબકે ચડ્યું, હૈયાફાટ રૂદન રોઈ પડશો!
ગઈકાલે અમદાવાદ જિલ્લાની અંદર આવેલા બગોદરા બાવળા હાઇવે ઉપર મોટો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ચોટીલા મંદિરથી દર્શન કરીને પાછા આવી રહેલા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 10 લકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આમ આ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત થયા છે. આ અકસ્માતની અંદર જીવ ગુમાવનાર લોકો ઝાલા પરિવારના ખેડા જિલ્લાની અંદર આવેલા કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.
ગોઝારા અકસ્માત બાદ તમામ મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદ
અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર ગઈ કાલે સર્જાયેલી અકસ્માતની ગમખ્વાર ઘટનાએ 12 લોકોનો ભોગ લીધો છે. અક્સમાતનો ભોગ બનનારા આ લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.ગઈ કાલે અકસ્માતની ઘટના બાદ પોલીસન કાફલો ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ ગઈ કાલે સાંજે મૃતદેહોને પરિવારજનોને સોંપાયો હતો. મૃતદેહો ગામમાં આવતા અહીં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. પરિવાર જનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : BREAKING : બાવળા બગોદરા નજીક ગોઝારો અકસ્માત, 10 વ્યક્તિના ઘટનાસ્થળે મોત
એક જ પરિવારના 6 લોકોની અર્થી ઉઠતા આક્રંદના દ્રશ્યો સર્જાયા
મોડી રાત્રે એક સાથે વાહનોના ખડકલો સુણદા ગામની અંદર પ્રવેશતાની સાથે જ આખું ગામમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામેલા પરિવારના લોકો ઘરની બહાર એક બાદ એક મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢવામાં આવતા હતા , એક જ પરિવારના 6 લોકોની એક સાથે અર્થી ઉઠતા આખા ગામની અંદર આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. અને અંદાજે 3200 જેટલા લોકોની વસ્તી ધરાવનારા આ ગામની અંદર મોટાભાગના લોકોના ઘરે સાંજના સમયે ચૂલો સળગ્યો નહોતો.આ અકસ્માતમાં છ વ્યક્તિઓ સુણદા ગામના બીજા ત્રણ મહિસાગર જિલ્લાની અંદર આવેલા બાલાસિનોર તાલુકાના અને એક કઠલાલ તાલુકાના હતા આ તમામ કૌટુંબિક સગા સંબંધીઓ હતા.
આ પણ વાંચો : વેજલપુરનો સબ રજીસ્ટાર અધિકારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો; ₹58 લાખ રોકડા મળ્યા
એક સાથે જ સળગી 6 ચિતાઓ
અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની સાથે જ અંતિમ સંસ્કારની તમામ પ્રકારની વિધિઓ કરવાનો નિર્ણય પરિવારના લોકોએ કર્યો હતો જેથી ગામની અંદર એક જ પરિવારના છ લોકોની અર્થીઓને પરિવારના સભ્યો અને ગામના લોકો સ્મશાન સુધી લઈ ગયા હતા. અને એકની સાથે જ છ ચિતાઓ સળગી હતી.લગભગ 3000 થી વધારે લોકો મૃત્યુ પામેલા લોકોની અંતિમયાત્રામાં રાત્રે જોડાયા હતા.
અંતિમ વિધિ માટે વહીવટી તંત્રએ કરી હતી તૈયારીઓ
બીજી તરફ આ અંતિમ વિધિ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી, અને કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓની સાથે સાથે ડીવાયએસપી પીવાય, પીએસઆઇની સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને mgvcl કર્મચારીઓ દ્વારા સ્મશાન સુધીના રસ્તાની સુવિધા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરામાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, કારમાંથી પોલીસ ઓન ડ્યુટી લખેલી પ્લેટ મળી