અમદાવાદગુજરાત

રાજપથ કલબમાં એક પણ ફોર્મ નહીં ભરાતાં 10 ડિરેકટર્સ બિનહરીફ ચૂંટાયા

  • કલબમાં મેમ્બર પાવર પેનલ છેલ્લા 8 વર્ષથી બિનહરીફ ચૂંટાઈ આવે છે.

HD ન્યૂઝ ડેસ્ક: અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબની ચુંટણીમાં 10 ડીરેકટર્સ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. રાજ્યની સૌથી મોટી ક્લબ ગણાતી રાજપથ ક્લબ સતત વિકાસ કરી રહી છે, તો આગામી દિવસોમાં તેની કાયાપલટ પણ કરવામાં આવવાની છે. આ વચ્ચે રાજપથના 30 મેમ્બર્સમાંથી 10 મેમ્બર્સની ચૂંટણી યોજાવા જઇ રહી હતી પરંતુ જગદીશચંદ્ર બી પટેલની આગેવાનીમાં તમામ સભ્યો બિનહરિફ રહ્યાં હતા. છેલ્લા દિવસ સુધી એક પણ ફોર્મ નહિ ભરાતાં તમામ 10 ડીરેકટર્સ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

10 ડિરેકટર્સ બિનહરીફ ચૂંટાઈ આવ્યા:

અમદાવાદના એસ.જી.હાઇવે પર આવેલી રાજપથ ક્લબના 30 ડિરેક્ટરોમાંથી દર વર્ષે 10 ડિરેક્ટરોની ચુંટણી યોજવામાં આવે છે. આ વર્ષે 26મી ઓગષ્ટના રોજ ચુંટણી તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું છે. 10 ડીરેકટર્સની ખાલી પડેલી જગ્યા માટે અંતિમ દિવસ સુધી એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. જેને લઈને રાજપથ કલબ દ્વારા 10 ડીરેકટર્સને બિનહરિફ ચૂંટવામાં આવ્યા છે. રાજપથ કલબમાંથી કમલેશ પટેલ અને રાજેશ જેબલીયા નિવૃત થયા હતાં. તેમના સ્થાને મનોજ પટેલ અને અનિલ શાહની નિમણુંક કરવામાં આવી હતી.

બિનહરીફ ચૂંટાઈ આવેલા ડિરેકટર્સ:

નવા ડીરેકટર્સ તરીકે વરુણ નગીનભાઈ પટેલ, ડો. વિક્રમ કે શાહ, અશેષ પટેલ, બિપીન એન. પટેલ, ચિંતન પી. પટેલ, જિગીશ એમ. શાહ, કંદર્પ એમ. અમીન, મનીષ ડી. શાહ, મિહિર એસ. શાહ અને નૈનેશકુમાર પટેલ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. આ વખતે એક ડિરેકટર એન.જી પટેલની જગ્યાએ તેમના દીકરા વરુણ નગીનભાઈ પટેલને લેવામાં આવ્યા છે. આ તમામ ડીરેકટર્સની સત્તાવાર જાહેરાત 26મી ઓગષ્ટના રોજ મળનારી વાર્ષિક સાધારણ સભામાં કરવામાં આાવશે.

આગામી સમયમાં રાજપથ ક્લબની થશે કાયાપલટ

દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રાજપથ ક્લબની ઉપરોક્ત તમામ મેમ્બર્સની આગેવાનીમાં કાયાપલટ થવા જઈ રહી છે. અમદાવાદ એસજી હાઇવે પર આવેલ રાજપથ ક્લબને આગામી ટૂંક જ સમયમાં નવો રૂપરંગ આપવામાં આવશે. તો બીજી તરફ જગદીશચંદ્ર પટેલની આગેવાનીને પસંદ કરવામાં આવી રહી હોવાથી એવું બન્યું છે કે, તમામ સભ્યો બિનહરિફ રહ્યાં હતા.

આ પણ વાંચો: MID DAY NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં એક જ પરિવારના 6 લોકોની અર્થી ઊઠી, કેદારનાથમાં અમદાવાદના 3ના મોત,જાણો કેમ હવે અકસ્માત કરી ભાગી જવું પડશે ભારે

Back to top button