વેજલપુરનો સબ રજીસ્ટાર અધિકારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો; ₹58 લાખ રોકડા મળ્યા
ગુજરાત પોલીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિવ્યા રવિયા જાડેજાની આગેવાની હેઠળ મહેસુલ વિભાગના એક અધિકારીને એસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે.
વેજલપુરનો સબ રજિસ્ટારને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
આ કેસની માહિતી એવી છે કે, વેજલપુર ઓફિસમાં સબ રજિસ્ટાર વર્ગ ત્રણના અધિકારી તુલસીદાસ પસોત્તમ મારકણા દ્વારા એક નાગરિક પાસે કામ કરવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે, જાગૃત નાગરિકે લાંચ આપીને કામ કરાવવાની જગ્યાએ એસીબી પાસે જવાનું પસંદ કર્યું હતું.
ACBએ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો
આ સાથે જ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એનબી સોલંકી અને પોલીસ ઇન્સ્પેક્ટર જેએન ગઢવી કામે લાગી ગયા હતા. રજિસ્ટારને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવા માટે એસીબીના બંને પોલીસ અધિકારીઓએ પ્લાનિંગ પ્રમાણે ટ્રેપ ગોઠવી દીધો હતો. આ દરમિયાન જાગૃત નાગરિકના હાથે દોઢ લાખ રૂપિયા મોકલાવી આપ્યા હતા.
દારૂની બોટલ અને 58 લાખ રૂપિયાની રોકડ મળી
આ કેસમાં ચોંકાવનારી બાબત તે પણ છે કે, દિવ્યા રવિયા જાડેજાની આગેવાની હેઠળ એસીબી દ્વારા રજિસ્ટારના ઘરની તપાસ કરતા 58 લાખ રૂપિયા જેટલી માતબર રકમ હાથ લાગી હતી. તે ઉપરાંત 10થી વધારે દારૂની બોટલો મળી આવી છે. એસીબીએ લાંચના કેસ સહિત અન્ય કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો અધિકારી
અમદાવાદની વેજલપુર ખાતેની સબ રજિસ્ટારની ઓફિસમાં ક્લાસ-3 પર ફરજ બજાવતા તુલસીદાસ પસોત્તમ મારકણાને એસીબીએ ત્યારે ઝડપી પાડ્યો જ્યારે તેને દોઢ લાખ રૂપિયા પોતાના હાથમાં પકડ્યા હતા. આ સાથે જ દિવ્યા રવિયાની આગેવાની હેઠળ લાંચિયા અધિકારીને સફળ રીતે ઝડપી લેવામાં આવ્યો હતો.
હોદ્દાનો દુરૂપયોગ કરીને કામ કઢાવવા માટે મસમોટી રકમની માંગણી કરતો હોવાની ફરિયાદ
સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ લાંચિયો અધિકારી નાનામાં નાનું કામ કરવા માટે પણ લોકો પાસેથી પૈસા પડાવતો હતો. પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને તુલસીદાસ પૈસા આપવા ઇન્કાર કરનારા લોકોના કામમાં અડચણ ઉભી કરતો હોવાની પણ રાવ ઉઠી હતી. તો પ્રતિદિવસ પૈસાની તેની લાલસા વધતી જતી હોવાના કારણે કામ કઢાવવા માટે મસમોટી રકમની માંગણી કરતો હોવાની ફરિયાદ પણ સામે આવી રહી છે.
આ પણ વાંચો : બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત : મૃતકોમાં 6 કપડવંજના, 3 બાલાસિનોર, 1 કઠલાલના હોવાનું સામે આવ્યું
દસ્તાવેજ કરી આપવા એક નાગરિક જોડે રુપિયાની કરી હતી માંગણી
તેવામાં નાગરિકોની મુશ્કેલી વધી રહી હતી. તેમને પોતાનું સત્તાવાર અને કાયદેસરના કામ માટે પણ પૈસા આપવા પડી રહ્યાં હતા. તેથી કંટાળીને ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના ઉપરોક્ત જણાવેલ આરોપીએ ફરિયાદી પાસે એક દસ્તાવેજ કરી આપવાના5000/- લેખે કુલ 30દસ્તાવેજ કરી આપવાના લાંચ પેટે ગેરકાયદેસર રીતે આ કામના ફરિયાદી પાસેથી રૂ. 1,50,000/- ની માંગણી કરી હતી.
એ.સી.બી.એ છટકું ગોઠવી અધિકારીને રંગેહાથ ઝડપ્યો
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ. . 1,50,000/-સ્વીકારતી વખતે જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: ભૂસ્ખલન થતાં પથ્થર ગાડી પર પડ્યો, 4 અમદાવાદીઓના મોત