ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા લોધા પરિવારનું કરવામાં આવેલ સન્માન

Text To Speech

પાલનપુર : જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા 264 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન કાંતિભાઈ બાબુલાલ લોધાના નિવાસસ્થાને રાખવામાં આવ્યાં હતાં.આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં હરિભકતો,ગૌભકતો ઉપસ્થિત રહ્યા હતા.ગૌસેવા હેતુ માટે 50000(પચાસ હજાર) રૂપિયા એકત્રિત થયા હતા. હરિદ્વાર કથા સંપન્ન કરી પધારેલ સૌ યાત્રિકોને સન્માનિત કરાયા હતા. આ પવિત્ર અવસરે યજમાન લોધા પરિવારના સર્વ બાબુભાઈ,શાંતાબેન,રમેશભાઈ,ગીરધરભાઈ,મનુભાઈ,કાંતિભાઈ,અરવિંદભાઈ,હરેશભાઈ સહિત સમગ્ર પરિવારને જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્વારા દબદબાભેર સન્માનિત કરવામાં આવ્યું હતું.

જલારામ સત્સંગ મંડળ ડીસાના કનુભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,આત્મારામભાઈ ઓઢાવાળા,શશીકાંતભાઈ ડી.ઠકકર,ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠકકર,કનુભાઈ તૃપ્તિવાળા,દેવચંદભાઈ એન.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,સુભાષભાઈ ઠકકર,સંજયભાઈ બારોટ,નરેશભાઈ ડી.આચાર્ય સહિત સૌએ લોધા પરિવારને સન્માનિત કરી અતિ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન સાથે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : બ્રેકિંગ ન્યુઝ: તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર; પરિણામ જોવા કરો ક્લિક

Back to top button