ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બ્રેકિંગ ન્યુઝ: તલાટી અને જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર; પરિણામ જોવા કરો ક્લિક

Text To Speech

ગાંધીનગર: 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે.

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું રીઝલ્ટ ડિક્લેર કર્યું છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર આવી ગયા છે. હજારો ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી.

પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો-ભાવનગર: શાળાઓમાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો હજી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી

Back to top button