સ્ટેટ જીએસટી વિભાગે એકસામટા પાડ્યા 53 સ્થળોએ દરોડા
- ફોરેન યુનિવર્સિટીમાં એડમીશન અપાવવાની સેવા સાથે સંકળાયેલી ૨૨ પેઢીઓમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા.
- એક સાથે ૫૩ જેટલા સ્થળોએ રાજયભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
HD ન્યૂઝ: સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સીસ્ટમ બેઝડ એનાલીસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કાર્યવાહીમાં વિભાગને ધ્યાને આવેલ કે, ઇમીગ્રેશન જેવી સેવા સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિધાર્થીઓને એડમીશન અપાવવામાં આવે છે તેમજ ILTS જેવી પરીક્ષાઓ માટે કોચીંગ પણ આપવામાં આવતુ હોય છે.
સેવા આપનાર પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલે છે. પરંતુ વસુલવામાં આવેલ પૂરી રકમની રિસિપ્ટ વિધાર્થીઓને આપવામાં આવતી નથી. આવી પેઢીઓને ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા મોટી રકમનું કમીશન પણ મળતુ હોય છે. આમ, રોકડમાં મેળવેલ આવકો ચોપડે નહીં દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. આમ, વિભાગ દ્વારા રાજ્યભરમાં આવી ઇમીગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમીશન અપાવવાની સેવા સાથે સંકળાયેલી કુલ ૨૨ પેઢીઓના ૫૩ જેટલા સ્થળોએ રાજયભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- જિલ્લાવાર તપાસ હેઠળના સ્થળોની વિગત નીચે મુજબ છે.
અમદાવાદમાં 16 જગ્યાએ, મહેસાણામાં 2 જગ્યાએ, વડોદરામાં 24 જગ્યાએ, સુરતમાં 6 જગ્યાએ તો રાજકોટમાં 5 જગ્યાએ એમ કુલ મળીને ૫૩ સ્થળોની તપાસ કરવામાં આવી છે.
ઇમીગ્રેશનને લગતી સેવાઓ તથા મળેલ ટોટલ રિસીપ્ટના હિસાબી વ્યવહારો ઉપર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઇ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી ચાલુમાં છે. પ્રાથમીક ચકાસણીમાં બિન હિસાબી રોકડના વ્યવહારોની વિગતો જણાઇ આવેલ હોવાથી સ્ટેટ જીએસટી વિભાગ એક્સન મોડમાં જોવા મળી છે.
આ પણ વાંચો: ભાવનગર: શાળાઓમાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો હજી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી