એડીમાં દુઃખાવો થતો હોય તો અજમાવો આ ઘરેલુ ઉપાય, થશે રાહત
- ઘણા લોકોને એડીમાં ખુબ દુઃખાવો થતો હોય છે
- એડીમાં દુઃખાવામાં ઘરેલુ ઉપાય રાહત આપશે
- એડીમાં દુઃખાવા માટે અનેક કારણો છે જવાબદાર
ઘણા બધા લોકોને એડીમાં દુઃખાવાની ફરિયાદ હોય છે. આ કારણે હરવુ ફરવુ પણ મુશ્કેલ બની જાય છે. કેટલાક લોકોને આ પ્રોબલેમ સવારે ઉઠીને તરત થતો હોય છે. તો કેટલાક લોકોને સતત ચાલવાના કારણે એડીમાં દુઃખાવો થાય છે. થાક અને સતત ઉભા રહેવાના કારણે પણ એડીમાં દુઃખાવો થઇ શકે છે. જો આ બધા કારણોને લીધે એડીમાં દુઃખાવો થતો હોય તો કેટલાક ઘરેલુ ઉપાય તમને રાહત આપી શકે છે. જાણો એ કયા ઘરેલુ ઉપાય છે જે એડીના દૂઃખાવામાં રાહત આપી શકે છે.
એડીમાં દુઃખાવાના કારણ
- વધી ગયેલુ યુરિક એસિડ
- નસોનું ડેમેજ થવુ
- આર્થરાઇટિસ
- ગાંઠ પડવી
એડીમા દુખાવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાય
બરફના પેકથી રાહત
એડીમાં જ્યારે દુઃખાવો થાય ત્યારે બરફનો પેક આરામ પહોંચાડી શકે છે, પરંતુ બરફને સીધો સ્કિન પર ન રાખો. આ માટે આઇસ પેક બનાવી લો. તૈયાર આઇસપેક બેગ મળે છે. જો તે ન હોય તો બરફને ટુવાલ કે કોઇ જાડા કપડામાં લપેટીને એડી અને તેની આસપાસના ભાગમાં રગડો. આ કામ 15થી 20 મિનિટ સુધી કરો.
ઠંડુ પાણી નાંખવુ
ઠંડા પાણીના કારણે પણ રાહત મળી શકે છે. ઠંડા પાણીને ફ્રિજરમાં કે ફ્રિજમાં રાખીને તેને પગના તળીમાં અને એડી પાસે રગડો. આ કારણે એડીના દુઃખાવામાં રાહત મળશે.
યોગ્ય જૂતા પહેરો
જો તમે ચાલતા હો તે વખતે એડીમાં દુઃખાવો થાય તો તમારા શૂઝ બદલી દો. એવા શૂઝ ખરીદો જેના સોલ સોફ્ટ અને ગાદીદાર હોય. શૂઝના કારણે પગના તળિયામાં પ્રેશર ન આવવુ જોઇએ. પહોળા અને કુશન પેડ વાળા શૂઝ એડીના દુઃખાવામાં રાહત આપશે.
સાવધાન: તમારી ખાનગી માહિતી જો કોઈને આપતા હોય તો ચેતી જજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું
સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ કરો
એડીમાં દુખાવો થાય તો સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ ફાયદો પહોંચાડશે. આ માટે પગને ખુરશી પર રાખો. તળિયાને ટાઇટ કરો અને આંગળીઓને બહારની તરફ ખેંચો. હવે હાથની આંગળીઓથી તળિયા પર હળવુ પ્રેશર આપીને મસાજ કરો અને થપથપાવો. આમ કરવાથી એડીના દુખાવામાં રાહત મળશે.
આ પણ અજમાવો
- તળિયાની નીચે ટોવેલ રાખો અને તેને બોડી તરફ ખેંચો. તેનાથી પગ રિલેક્સ થશે અને એડીનો દુઃખાવો ઘટશે
- ગરમ પાણીમાં મીઠુ નાંખીને લગભગ 15-20 મિનિટ માટે ડુબાડો. આ કારણે બ્લડ સરક્યુલેશન થશે અને દુઃખાવો ઘટશે.
આ પણ વાંચોઃ ડાયાબિટીસથી લઇને ગેસ્ટ્રિક સુધી, દરેક બીમારીમાં વાપરો અલગ કુકિંગ ઓઇલ