ગુજરાતટોપ ન્યૂઝ

ગૃહિણીઓ આનંદો, ગુજરાતના આ શાકમાર્કેટમાં ટામેટા એક કિલો રૂ.55થી 65ના ભાવે વેંચાયા

  • હોટલોમાં મળતા સલાડ સહિતની શાકભાજીમાંથી પણ ટામેટા ગાયબ થયા હતા
  • બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થતાં ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો
  • અન્ય શાકભાજીના ભાવમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો થયો

ગૃહિણીઓ આનંદો, ગુજરાતના આ શાકમાર્કેટમાં ટામેટા એક કિલો રૂ.55થી 65ના ભાવે વેંચાયા છે. જેમાં મહેસાણાના જથ્થા બંધ માર્કેટમાં ટામેટાં પ્રતિ કિલો રૂ.55થી 65નો ભાવ પડયો છે. ટામેટાના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. વરસાદ બંધ રહેતાં બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થતાં ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં થયો ચોંકાવનારો ખુલાસો 

શાકભાજીના ભાવમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો થયો

બજારમાં અન્ય શાકભાજીના ભાવમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો થયો છે. છેલ્લા એક મહિનાથી ભડકે બળતા ટામેટાના ભાવમાં ત્રણ દિવસથી ઘટાડો થતાં ગૃહિણીઓના બજેટમાં રાહત થઈ છે. રીટેઈલ બજારમાં રૂ.200ના ભાવે પ્રતિ એક કિલો મળતા ટામેટા ઘટીને રૂ.100ના ભાવ થયો છે. પેટ્રોલ કરતાં પણ બમણા ભાવે બજારોમાં ટામેટા વેચાતા હોય મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ ટામેટા ખરીદવાનું જ બંધ કરી દીધું હતું. જો કે, વરસાદ બંધ રહેતાં બેંગ્લોરથી ટામેટાની આવક શરૂ થતાં ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથના લોકોની મીટીંગ થતાં રાજકીય ગરમાવો આવ્યો 

ટામેટાનો ભાવ બુધવારે રૂ.80થી રૂ.85 અને ગુરુવારે રૂ.55થી રૂ.65 જેટલો નીચે આવી ગયો

બે દિવસ પહેલાં જથ્થાબંધ માર્કેટમાં રૂ.100થી 105 પ્રતિ કિલો મળતાં ટામેટા ક્રમશ બુધવારે રૂ.80થી રૂ.85 અને ગુરુવારે રૂ.55થી રૂ.65 જેટલા નીચે આવી ગયા છે. જેની સીધી અસર છૂટક માર્કેટમાં પણ દેખાઈ રહી છે. ગુરુવારે મહેસાણા શહેરના તોરણવાળી માતાના ચોકમાં રૂ.80ના ઘટાડા સાથે છૂટક બજારમાં 120 રૂપિયાના ભાવે કિલો ટામેટા મળવા લાગતાં લોકોએ આંશિક રાહત અનુભવી છે. બજારમાં અન્ય શાકભાજીના ભાવમાં પણ 15થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: ગાંધીનગર RTOમાં છેલ્લા આઠેક દિવસથી એજન્ટોની અવરજવર બંધ, જાણો શું છે કારણ 

હોટલોમાં મળતા સલાડ સહિતની શાકભાજીમાંથી પણ ટામેટા ગાયબ થયા હતા

રૂ.200 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાતા ટામેટા ગુરુવારે મહેસાણામાં 120ના ભાવે વેચાયા હતા. ટામેટાના ભાવમાં છેલ્લા બે મહિનાથી સતત ભાવ વધી રહ્યો હતો. થોડા દિવસોથી ટામેટાનો ભાવ રૂ.200 થઈ જતાં દાળ, શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા હતા. હોટલોમાં મળતા સલાડ સહિતની શાકભાજીમાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા હતા. મહેનત મજૂરી કરીને ઘર ચલાવતા લોકો માટે તો ટામેટા ખરીદવા મુશ્કેલ બન્યા હતા. જયારે મધ્યમ વર્ગે પણ ડબલ સદીએ પહોંચી ગયેલ ટામેટાના ભાવને કારણે ખરીદી બંધ કરી દીધી હતી.

Back to top button