ગુજરાત

ગુજરાત: ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથના લોકોની મીટીંગ થતાં રાજકીય ગરમાવો આવ્યો

Text To Speech
  • નર્મદા ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથની પોઈચા રિસોર્ટ ખાતે બેઠક
  • જુથ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું
  • પોઈચા રિસોર્ટ ખાતે બેઠક મળતા અનેક તર્ક વિતર્કે જોર પકડયું

ગુજરાતમાં ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથના લોકોની મીટીંગ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. જેમાં નર્મદા ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથની પોઈચામાં બેઠક થઇ છે. જૂથ કયા પક્ષ સાથે જોડાણ કરે તેના પર રાજકીય પંડિતોની નજર છે. અપક્ષ જુથની પોઈચા રિસોર્ટ ખાતે બેઠક થઇ છે. ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથના લોકોની આ મીટીંગ ઘણું બધું કહી જાય છે.

આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી મુદ્દે કેજરીવાલ સામે માનહાનિ કેસની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવાણી

નર્મદા ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથની પોઈચા રિસોર્ટ ખાતે બેઠક

નર્મદા ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથની પોઈચા રિસોર્ટ ખાતે બેઠક મળતા અનેક તર્ક વિતર્કે જોર પકડયું છે. આ જૂથ કયા પક્ષ સાથે જોડાણ કરે તેના ઉપર નર્મદા જિલ્લાના રાજકીય પંડિતોની નજર છે. વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ બેઠક પરથી ભાજપના પૂર્વે નેતા હર્ષદ વસાવા ઉમેદવાર કરી પણ તેમની હાર થઈ હતી. વિધાનસભાની ચૂંટણી બાદ સુષુપ્ત રહેલા ભાજપના બળવાખોર અપક્ષ જુથની 8 મહિના બાદ રાજપીપળા નજીક રેવા રિસોર્ટ ખાતે બેઠક મળી હતી. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પુર્વ પ્રમુખ હર્ષદ વસાવા, નર્મદા ભાજપના પુર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ભાજપના પુર્વ મહામંત્રી જેન્તી તડવી, કંચન તડવી, સહકારી આગેવાનો સુનિલ પટેલ, દિનેશ બારીયા, બળવંતસિંહ ગોહીલ, બાળ આયોગના પુર્વ સદસ્ય ભારતીબેન તડવી, સહિત વિવિધ સમાજનાં આગેવાનો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં થયો ચોંકાવનારો ખુલાસો 

જુથ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી લોકસભા ચૂંટણીને લઈને આ અપક્ષ જુથ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું છે. લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપમાંથી છુટા પડેલા અપક્ષ જુથના લોકોની આ મીટીંગ ઘણું બધું કહી જાય છે.

Back to top button