- રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત
- સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
- દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા
રાજસ્થાનમાં સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. પણ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે.
રાજસ્થાનમાં સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ રહેશે
રાજસ્થાનમાં સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ રહેશે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસ સમાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત સામાન્ય વરસાદ રહેશે. હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ થશે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે
અત્યારે વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોઈ, ગુજરાતમાં ભારે વરસાદ થવાનો નથી. અમદાવાદની વાત કરીએ તો આજથી 15 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા નથી. જોકે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાનું હોઈ ક્યાંક ક્યાંક વરસાદી વાદળો ઝાપટા સ્વરૂપે વરસી શકે છે. આજે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.