મનોરંજન

ગદર 2એ રચ્યો ઈતિહાસ, એડવાન્સ બુકિંગમાં 20 લાખ ટિકિટ વેચાઈ

Text To Speech

ગદર 2ને લઈને ફેન્સ ખુબ જ ઉત્સાહિત છે. ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગથી સારી કમાણી કરી લીધી છે.સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર બાદ લોકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના સ્પષ્ટપણે જોવા મળી રહી હતી. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ લોકોએ ટિકિટ બુક કરાવી લીધી હતી. એડવાન્સ બુકિંગના મામલે સની દેઓલની ફિલ્મ ગદર 2 એ ઈતિહાસ રચી દીધો છે.

Gadar 2 Tentative OTT Release Date: When And Where To Watch Sunny Deol And Ameesha Patel Starrer Film Online

ડાયરેક્ટર અનિલ શર્માએ સોશિયલ મીડિયા પર ફિલ્મના એડવાન્સ બુકિંગ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે એડવાન્સ બુકિંગમાં 20 લાખ ટિકિટો વેચાઈ છે. આ અંગે ચાહકોએ પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે. અનિલ શર્માએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું – ગદર 2 પર ભગવાનની અસીમ કૃપા છે. 20 લાખ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. અનિલ શર્માની પોસ્ટ પર ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : આલિયા ભટ્ટનો વિડીયો થયો વાયરલ, અભિનેત્રી હોલિવૂડ એક્ટ્રેસ ગેલ ગેડોટને તેલુગુ શીખવતી જોવા મળી

આ પણ વાંચો : રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 100 કરોડ ક્લબમાં સામેલ

એક ચાહકે લખ્યું- વાહ સર, મજા આવી ગઈ… રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે. બીજાએ લખ્યું – આવું થવું જ હતું સર, ગદર 2 ને દેશની જનતાનો પ્રેમ અને સમર્થન મળ્યું છે… સની પાજી. સની દેઓલ અને અમીષા પટેલની ગદરની સિક્વલ 22 વર્ષ પછી આવી રહી છે. લોકો 22 વર્ષથી ગદર 2ની રાહ જોઈ રહ્યા છે. ગદર 2 અક્ષય કુમારની OMG 2 સાથે ટકરાઈ હતી. લોકોને બંને ફિલ્મો પાસેથી અપેક્ષાઓ છે. ગદર 2 અને OMG 2નો વિષય એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે જેના કારણે લોકો બંને ફિલ્મો જોવા માંગે છે.

આ પણ વાંચો : ‘OMG 2’ને લઇ સદગુરુનું મોટું નિવેદન, પ્રતિક્રિયા આપતા કહ્યું – ‘આજની પેઢીએ આ ફિલ્મ..’

Back to top button