- દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું
- સરેરાશ ખેડૂત દીઠ 1.35 લાખનું દેણું
- નાબાર્ડના ડેટામાં સનસનીખેજ ખુલાસો
ધાન પકાવી લોકોના જઠરાગ્નિ ઠારતો દેશનો જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાયેણે છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોના માથે અધધધ કુલ એક લાખ કરોડ રૂપિયાથી વધુનું દેણું છે. જયારે આખા દેશના લગભગ 16 કરોડ ખેડૂતો પર કુલ અધધધ 21 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે. જો આની સરેરાશ કાઢમાં આવે તો દેશના ખેડુત દીઠ 1.35 લાખ રૂપિયાનું દેવું થાય છે. દેશની સરકારે છેલ્લા 9 વર્ષમાં ખેડૂતોના દેવા માફીની ઐતિહાસિક જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ સામાન્ય ખેડૂતોની સ્થિતિમાં સુધારાનો અંદાજ લગાવાયો હતો નાબાર્ડના અનુસાર ગુજરાતના ખેડૂત એક લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા તળે દબાયેલા છે.
નાણા મંત્રાલયે જાહેર કરી હતી તમામ વિગત
આખા દેશમાં આંકડા ઉપર નજર કરીએતો લગભગ 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને જો આ લોન આ 16 કરોડ ખેડૂતોમાં સમાન રીતે વહેંચવામાં આવે તો ખેડૂત દીઠ રૂપિયા 1.35 લાખ દેવું કહેવાશે. તાજેતરમાં નાણા મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નનોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. પ્રસ્તુત ડેટાનો સ્ત્રોત નાબાર્ડ હતો. આંકડાઓ સમજવાનો પ્રયાસ કરીએ અને સમજીએ કે આખરે દેશના ખેડૂતો કઈ શ્રેણીની બેંકોના દેવા હેઠળ છે.
શું છે આંકડાકીય માહિતી ?
મુખ્ય પ્રવાહની બેંકોમાં દેશની ખાનગી અને સરકારી બંને બેંકો સામેલ છે. દેશના 10.80 કરોડ ખેડૂતોએ કોમર્શિયલ કેટેગરીની બેંકો પાસેથી લોન લીધી છે. જેમનું કુલ દેવું 16.40 લાખ કરોડ રૂપિયા છે. જો તેની સરેરાશ લેવામાં આવે તો દરેક ખેડૂતને 1.51 લાખ રૂપિયાથી વધુની લોન મળશે જે એકંદર સરેરાશ કરતાં વધુ છે. બીજી તરફ સહકારી બેંકોની લોનની વાત કરીએ તો રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેશના 2.67 કરોડ ખેડૂતોએ લોન લીધી છે. જેમના પર આ બેંકોની 2 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન છે. ખાસ વાત એ છે કે 37 રાજ્યોમાંથી 9 રાજ્યોના ખેડૂતોએ આ બેંકો પાસેથી કોઈ લોન લીધી નથી. મતલબ કે આ આંકડો માત્ર 28 રાજ્યોનો છે.
9 રાજ્યોના ખેડૂતોએ નથી લીધી લોન
જો આ લોન ખેડૂતોમાં સમાનરૂપે વહેંચવામાં આવે તો પ્રતિ ખેડૂત 75,241.35 રૂપિયાની લોન મળે છે. જો પ્રાદેશિક બેંકોની વાત કરીએ તો 9 રાજ્યો એવા છે કે જેમના ખેડૂતોએ આ બેંકો પાસેથી લોન લીધી નથી, પરંતુ લોનની બાબતમાં સહકારી બેંકોના લોનના આંકડાને પાછળ છોડી દીધા છે. દેશના 27 રાજ્યોના લગભગ 2.76 કરોડ ખેડૂતોએ પ્રાદેશિક બેંકો પાસેથી 2.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જો આ લોન તમામ ખેડૂતોમાં વહેંચવામાં આવે તો દરેક ખેડૂતને 93,657.29 રૂપિયાની લોન મળશે.
ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી
જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં 1.51 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને લોનની રકમ 1.71 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.