Air Indiaએ નવો લોગો લોન્ચ કર્યો, ડિસેમ્બર 2023થી નવી બ્રાન્ડ અને ઓળખ સાથે જોવા મળશે
ટાટા ગ્રુપની એરલાઈન્સ બની ગયેલી Air Indiaએ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. એર હવે નવા લોગો, બ્રાન્ડ અને ઓળખ સાથે જોવા મળશે. Air Indiaનો નવો લોગો અમર્યાદિત શક્યતાઓનું પ્રતીક દર્શાવે છે. Air India છેલ્લા 15 મહિનાથી નવા લોગો પર કામ કરી રહી હતી. Air Indiaનો નવો લોગો ધ વિસ્ટા ગોલ્ડ વિન્ડો ફ્રેમના શિખરથી પ્રેરિત છે, જે અમર્યાદિત શક્યતાઓ, પ્રગતિશીલ અને ભવિષ્યની એરલાઈન્સની બોલ્ડ, આત્મવિશ્વાસપૂર્ણ દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.
નવા લોગોના લોન્ચ પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે આજે અમે Air Indiaને એક નવા વિઝન સાથે રજૂ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે નવો લોગો અમર્યાદિત પ્રભાવનું પ્રતીક દર્શાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 મહિનાથી એક મજબૂત ટીમ બનાવવામાં આવી છે અને એરલાઇનના તમામ કર્મચારીઓને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા તેના એરક્રાફ્ટના કાફલામાં સુધારો કરવા પર કામ કરી રહી છે જેથી કરીને તેને વૈશ્વિક ધોરણના બનાવી શકાય.
નવો લોગો Air India દ્વારા ઉપયોગમાં લેવાતી ક્લાસિક અને આઇકોનિક ભારતીય વિન્ડો આકારથી પ્રેરિત છે. એરલાઇન માને છે કે તે ‘અવસરોની બારી’નું પ્રતીક છે. Air Indiaના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, નવી બ્રાન્ડ વિશ્વભરના મહેમાનોને સેવા આપતી વિશ્વ કક્ષાની એરલાઈન બનવાની એર ઈન્ડિયાની મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
નવા લોગોને ફ્યુચરબ્રાન્ડ સાથે મળીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. Air Indiaના મુસાફરોને ડિસેમ્બર 2023 થી વિમાનોમાં નવો લોગો જોવા મળશે જ્યારે Air Indiaનું પ્રથમ એરબસ A350 નવા લોગો સાથે તેના કાફલામાં જોડાશે.