ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીનો સંસદમાં જવાબ, જાણો શું કહ્યું

Text To Speech

કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ PM મોદી ગુરુવારે લોકસભામાં જવાબ આપી રહ્યા છે.

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમએ આપ્યો જવાબ

પીએમ મોદીએ કહ્યું, “હું દેશના લોકોનો આભાર માનવા આવ્યો છું જેમણે અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કહેવાય છે કે ભગવાન બહુ દયાળુ છે. ભગવાનની ઈચ્છા છે કે તે પોતાની ઈચ્છા કોઈને કોઈ દ્વારા પૂરી કરે. હું તેને ભગવાનનો આશીર્વાદ માનું છું કે ભગવાને વિપક્ષને સૂચવ્યું અને તેઓ અવિશ્વાસની દરખાસ્ત સાથે આવ્યા.,

વિશ્વાસ દર્શાવવા બદલ જનતાનો આભાર માન્યો

પીએમ મોદીએ કહ્યું- “જ્યારે અમે જનતાની વચ્ચે ગયા તો તેમણે પણ વિપક્ષ માટે પુરી તાકાતથી અવિશ્વાસ પ્રસ્તાવ જાહેર કર્યો. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. તમે નક્કી કર્યું છે કે 2024ની ચૂંટણીમાં ભાજપ, એનડીએ તમામ જૂના રેકોર્ડ તોડીને જનતાના આશીર્વાદ સાથે પાછા આવશે,દેશની જનતાએ અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના માટે હું આભારી છું.”

પીએમ મોદીએ બીજું શું કહ્યું?

વિપક્ષને પાંચ વર્ષ આપવામાં આવ્યા પરંતુ તેઓ તૈયારી વગર આવી ગયા. વિપક્ષે દેશને નિરાશા સિવાય બીજું કશું જ આપ્યું નથી. વિપક્ષના વલણ પર હું તેવું જ કહીશ કે જેમના પોતાનવા વહી ખાતા બગડેલા છે તેઓ અમારા પાસે હિસાબ માંગતા ફરી રહ્યાં છે.

સૌથી મોટા વિપક્ષી પાર્ટીના નેતાનું નામ બોલવાની યાદીમાં નથી. વિપક્ષના પ્રસ્તાવ પર ત્રણ દિવસોથી અલગ-અલગ વિષયો પર ખુબ જ ચર્ચા થઈ છે. સારૂ થાત કે સત્રના શરૂઆત પછી વિપક્ષ ગંભીરતાથી સંસદની કાર્યવાહીમાં ભાગ લેતું.

પાછલા દિવસો આ સંસદમાં અને બંને ગૃહોમાં જન વિશ્વાસ બિલ, મીડિએશન, ડેન્ટલ કમિશન બિલ, આદિવાસીઓ સાથે જોડાયેલા બિલ, ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ, નેશનલ રિસર્ચ ફાન્ડેશન બિલ, કોસ્ટલ એક્વાક્લચર સાથે જોડાયેલા બિલ સબિત અનેક મહત્વપૂર્ણ બિલ કરવામાં આવ્યા છે.

આ એવા બિલ હતા જે આપણા માછીમારોના હક્ક માટેના બિલ હતા, જેનો સૌથી વધારે લાભ કેરલને થવાનો હતો. કેરલના સાંસદોથી વધારે અપેક્ષા હતી કે તેઓ આવા બિલ પર તો સારી રીતે ચર્ચા કરી લેતા. પરંતુ રાજનીતિ તેમના પર એવી રીતે હાવી થઈ ચૂકી છે કે તેમને માછીમારોની ચિંતા નથી.

નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ દ્વારા દેશની યુવા શક્તિની આશા અને આકાંક્ષાઓ માટે એક નવી દિશા આપનારો બિલ હતો. હિન્દુસ્તાન એક સાયન્સ પાવરના રૂપમાં કેવી રીતે વિકસિત થાય, તે વિચારસરણી સાથે આ બિલ લાવવામાં આવ્યો હતો, તેનાથી પણ તમને વાંધો.. ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ પોતાની રીતે દેશના યુવાઓના પ્રોત્સાહનમાં જે મુદ્દો મુખ્ય છે, તેના સાથે જોડાયેલો છે.

આવનારો સમય ટેકનોલોજીથી ચાલનારો છે. પરંતુ રાજનીતિ તમારા માટે પ્રાથમિકતા છે. અનેક એવા બિલ હતા જે ગરીબ, આદિવાસીઓ, દલિતો, ગામડાઓના કલ્યાણની ચર્ચા કરવા માટે હતા, તેમના ભવિષ્ય સાથે જોડાયેલા હતા. પરંતુ તેમાં તેમને કોઈ જ રૂચિ નહતી. દેશની જનતા જે કામ માટે તેમને અહીં મોકલ્યા છે, તે જનતા સાથે પણ વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નબીરા તથ્ય પટેલના બાપને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી કરી રદ

Back to top button