આજે અધિક શ્રાવણ માસની અમાસઃ કયા કામ કરવા અને કયા ન કરવા?
- હિંદુ ધર્મમાં અમાસનું હોય છે ખૂબ મહત્ત્વ
- અધિક માસમાં આવતી અમાસ દર ત્રણ વર્ષે આવે છે
- અધિક અમાસને લઇને કન્ફ્યુઝન દુર કરો
હિંદુ ધર્મમાં અમાસને ખાસ માનવામાં આવે છે. આ દિવસે દાન-સ્નાન, પૂજા-પાઠ અને તર્પણ કરવાનું લાભદાયક ગણાય છે. આજે અધિક શ્રાવણ માસ એટલે કે પુરષોત્તમ માસની અમાસ છે. અધિક શ્રાવણ માસમાં પડતી અમાસ ખાસ માનવામાં આવે છે. અધિકમાં પડનારી અમાસ દર ત્રણ વર્ષે આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે શ્રાદ્ધ કર્મ કરે છે તેના પૂર્વજોની આત્મા તૃપ્ત રહે છે. સંકટોમાંથી મુક્તિ મળે છે. પરિવારમાં ખુશીઓ આવે છે.
અધિક માસની અમાસ 2023નું શુભ મુહુર્ત
અધિક માસ અમાસનો પ્રારંભ 15 ઓગસ્ટ 2023, મંગળવારે બપોરે 12.42 વાગ્યે શરૂ થઇ ચુકી છે અને આજે બપોરે 3.07 વાગ્યે તેનું સમાપન થશે. ઉદયા તિથિ માન્ય હોવાના કારણે અધિક મહિનાની અમાસ 16 ઓગસ્ટ, 2023 બુધવારના રોજ મનાવાઇ રહી છે.
જાણો અધિક અમાસની પૂજન વિધિ
- સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે.
- તમે ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. ત્યારબાદ દીવો કરો. સુર્યદેવને અર્ઘ્ય આપો.
- જો તમે અધિક માસના ઉપવાસ રાખતા હોય તો આ દિવસે પણ ઉપવાસ રાખો
- આ દિવસે પિતૃ સંબંધિત કાર્યો કરવા જોઇએ. પિતૃઓ નિમિત્તે દાન અને તર્પણ કરો.
- આ પાવન દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિનું વિશેષ મહત્ત્વ છે.
- આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન શંકરની પૂજા-અર્ચના પણ કરો.
અધિક માસની અમાસનું મહત્ત્વ
ઘાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસની અમાસનું ખૂબ મહત્ત્વ હોય છે. આ પાવન તિથિના દિવસે પિતૃ સંબંધિત કાર્યો કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. માન્યતા છે કે આ પાવન દિવસે દાન કરવાથી અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય છે.
અધિક અમાસના દિવસે આ કામ ન કરતા
શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની વાત કહેવાઇ છે, પરંતુ ઘણા લોકો મોડા સુધી સુતા રહે છે. તેથી તમે રોજ ભલે મોડા ઉઠતા હો, પરંતુ અમાસના દિવસે મોડા ન ઉઠતા. સવારે વહેલા ઉઠીને સુર્ય દેવને અર્ઘ્ય આપો. પિતૃઓને તર્પણ આપી જરૂરિયાતમંદને દાન પણ કરો. તામસિક ભોજન ન કરો. આજના દિવસે માંસાહારનું સેવન ન કરો. આજના દિવસે ઝાડુની ખરીદી ન કરો. લક્ષ્મીજી નારાજ થશે.
આ કામ જરૂર કરો
અધિક માસની અમાસના દિવસે ઘરના ઇશાન ખુણામાં ઘીનો દીવો કરીને દીપક પ્રગટાવો. દીપકને સુર્યાસ્ત સુધી પ્રગટાવેલો રાખો. ઇશાન કોણમાં દેવતાઓનો વાસ હોય છે. આજના દિવસે દેવી દેવતાઓની ઉપાસના બાદ ગાયને લોટમાં ગોળ ભેળવીને ખવડાવો. જો શક્ય હોય તો 108 વખત ગાયત્રી મંત્રના જાપ કરો. તેના કારણે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચોઃ આ વસ્તુઓને સાફ કરવા માટે રાખો તડકામાં, સાબુ-ડિટરજન્ટ કરતા પણ બેસ્ટ રિઝલ્ટ