ગંભીર બાબત: ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો જોડાઇ રહ્યાં છે
મહેસાણા: ડબ્બા ટ્રેડિંગના દૂષણને લઈને પાછલા દિવસોમાં અનેક સ્ટોરીઓ કરી અને તેના વિશે જાણવાની કોશિશ કરી તો અનેક ચોંકાવનારી અને ગંભીર બાબતો સામે આવી છે. જેમ ડૂંગળીનો એક પડ ઉતરે અને બીજો દેખાય છે તેવી જ રીતે ડબ્બા ટ્રેડિંગના અપરાધમાં પ્રતિદિવસ અવનવી બાબતો જાણવા મળે છે. સેધાજી-અનિલ-ગોપાલ-જ્હોન વગેરે જેવા અપરાધીઓ તો અપરાધમાં ગળા ડૂબ છે પરંતુ તેમના કારણે એક આખા સમાજનું ભવિષ્ય બર્બાદ થઈ રહ્યું છે, પરંતુ તે સરકારી એજન્સીઓ જોઈ શકી રહી નથી.
ડબ્બા ટ્રેડિંગમાં ચોંકાવનારી અને ગંભીર બાબતો સામે આવી
આ અપરાધને લઈને એક અંતિ ગંભીર ધ્યાન પર આવી છે,જે સરકારના પણ પગ નીચેથી પણ જમીન સરકાવી લે તેવી છે. આ બાબત એટલી તો ગંભીર છે કે આગામી દિવસોમાં રાજ્ય માટે મહામુશ્કેલી ઉભી કરી શકે છે અને ડબ્બા ટ્રેડિંગ એક સામાન્ય દૂષણની જેમ ઘર કરી શકે છે. ગંભીર બાબત તે માટે છે કે, આ ડબ્બા ટ્રેડિંગમાં એક ખાસ કોમ્યુનિટીના લોકો ખુબ જ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યાં છે. એક ખાસ સમાજ જે પહેલાથી અક્ષર જ્ઞાન મેળવવા અને દારૂના દૂષણમાથી બહાર આવવા માટે પોતાની જ જાત સાથે લડી રહ્યો છે. તેવામાં એક દૂષણમાંથી બહાર આવવા માટે તેઓ અન્ય એક અપરાધ પર સ્વિફ્ટ થઈ રહ્યાં છે, જે ચોંકાવનારી બાબત છે. તો બીજી તરફ અન્ય કેટલાક લોકો પોતાની ખરાબ આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ડબ્બા ટ્રેડિંગ અપરાધનો સહારો લઈ રહ્યાં છે. જે ખુબ જ ગંભીર બાબત છે. ઇમાનદારી અને જાત મહેનત કરવાની જગ્યાએ તેઓ અપરાધનો સહારો લઈ રહ્યાં છે તે રાજ્યને આગામી દિવસોમાં મહામુશ્કેલીમાં નાંખી શકે છે.
આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?
ડબ્બા ટ્રેડિંગમાં જોડાનાર લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત જ્ઞાતિના
એક બાબત તે પણ ધ્યાનમાં આવી રહી છે કે,ડબ્બા ટ્રેડિંગમાં જોડાનાર તમામ લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત જ્ઞાતિમાંથી આવે છે. તો ક્યાંકને ક્યાંક તેમની આર્થિક પરિસ્થિતિ પણ તેમને આ દૂષણમાં ધકેલી રહી છે. ડબ્બા ટ્રેડિંગમાં જોડાનાર લોકો એવા સમાજમાંથી આવે છે, જે સ્વતંત્રતા પછી સતત પોતાને ઉપર લાવવા માટે અથાગ મહેનત કરી રહ્યો છે. પરંતુ એજ્યુકેશનનું અભાવ અને રોજગારના એકદમ ઓછા સાધનોના કારણે અત્યાર સુધી તે સમાજ પોતાને મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સમાજને સૌથી વધારે નુકશાન દારૂના દૂષણે કર્યું છે.
દારૂ પીને અકસ્માત સર્જનારાઓની સંખ્યામાં વધારો
સામાન્ય રીતે જોઇએ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આપણે બધા જાણીએ છીએ કે, ગુજરાતમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ છે. દારૂ વેચવો કે મળવો તે રાજ્યના લોકો માટે સામાન્ય બની ગયું છે. દારૂના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યાં છે, તે સામાન્ય નથી. દારૂનું દૂષણ તો સિસ્ટમની અસક્રિયતાના કારણે રાજ્યમાં ઘર કરી ગયું છે, પરંતુ તેના કારણે વર્ષે-દહાડે અનેક લોકોના પરિવાર વિરાન બની રહ્યાં છે તેની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. વર્તમાન સમયમાં દારૂ પીને અકસ્માત સર્જનારાઓની સંખ્યામાં ખુબ જ મોટો વધારો થઈ ગયો છે. રાજ્યમાં દારૂના દૂષણને સામાન્ય રીતે ફેલાવવા દેવાના દુષપરિણામો વર્ષો પછી સામે આવી રહ્યાં છે. દારૂના કારણે પરિવારોને તો મુશ્કેલી પડે છે પરંતુ તે સિવાય પણ અનેક બીજી સમસ્યાઓ પણ ઉદ્દભવે છે.
આ પણ વાંચો : સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!
અમદાવાદમાં પાછલા દિવસે થયેલા અકસ્માત પછી સામાન્ય વ્યક્તિઓએ શું કહ્યું ?
અમદાવાદમાં પાછલા દિવસે થયેલા અકસ્માત પછી એક સામાન્ય વ્યક્તિએ પોતાના દિલની વાત એક મેસેજ દ્વારા કહી હતી તે અમે અહીં દર્શાવી રહ્યાં છીએ- “અત્યારે ડ્રીંક અને ડ્રાઇવમાં ગુજરાતમાં પ્રતિદિવસ હજારો એક્સિડન્ટ થઈ રહ્યા છે. પોલીસ FIR નોંધતી નથી અને દારૂ પીને ચલાવનાર પાસે તોડ-પાણી કરીને એને ભાગી જવા દે છે.ગુજરાત અત્યારે દારૂડિયાઓ અને નશેડીયાઓનું હબ થઈ ગયું છે.તમે કે તમારા ઘરનું કોઈ વ્યક્તિ આવા એક્સિડન્ટમાં જતું રહે તો પણ આ લોકોને કોઈ પડી નથી. દરેક મિત્રો ને વિનંતી કે એવા દારૂડિયાઓથી બચી ને રહે…”
રાજ્યમાં ડબ્બા ટ્રેડિંગ લોકો માટે માથાના દુખાવા સમાન
રાજ્યમાં દારૂના દૂષણને તો સિસ્ટમે સ્થાપિત કરી દીધું છે, પરંતુ એક વખત ફરીથી સિસ્ટમ ડબ્બા ટ્રેડિંગને નજર અંદાજ કરીને તેને સ્થાપિત કરવાનું કામ કરી રહી છે. જે આગામી વર્ષો પછી રાજ્યના અને દેશના લોકો માટે માથાનો દુ:ખાવો બની જશે. મહેનત કરીને પૈસા કમાનારા લોકોના પૈસા સુરક્ષિત રહેશે નહીં. તો બીજી તરફ સરકાર તેની જવાબદારી ઉઠાવશે નહીં. સામાન્ય વ્યક્તિ ક્યાં જશે? વર્તમાનમાં જ આવા અનેક કેસ સામે આવવા લાગ્યા છે. પરંતુ સિસ્ટમ મૌન છે. એક આખા સમાજનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે પરંતુ તેના તરફ કોઈનું ધ્યાન નથી. જ્યારે પણ ડબ્બા ટ્રેડિંગના દૂષણનું ઇતિહાસ લખાશે ત્યારે તેને ફેલાવનારાઓનું નામ ચોક્કસ લખાશે.
દૂષણને સંમતિ આપવા પાછળ સરકારી બાબુઓની મોટી ભૂમિકા
સ્વભાવિક છે કે, ઉત્તર ગુજરાતમાંથી શરૂ થયેલા ડબ્બા ટ્રેડિંગના દૂષણને નજર અંદાજ કરનારા અધિકારીઓના નામ પણ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે. કેમ કે કોઈપણ દૂષણને સંમતિ આપવા પાછળ ક્યાંકને ક્યાંક સરકારી બાબુઓની મોટી ભૂમિકા રહેલી હોય છે. જીવંત ઉદાહરણ તરીકે દારૂ આપણી સામે છે. બે દિવસ પહેલા તમે સમાચાર વાંચ્યા હશે કે, અમદવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં દારૂની બોટલ મળી. વિચાર કરો કે જે ગાંધીએ જીવનભર દારૂનો વિરોધ કર્યો અને તેને ત્યજવાની સતત હિમાયત કરતો રહ્યો તેની જ સંસ્થામાં દારૂ પહોંચી ગયો. કેટલી શરમની વાત કહેવાય. નૈતિક અધ:પતન થઈ ગયું છે.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે
મહેસાણાના સરકારી અધિકારીઓનું નૈતિક અધ:પતન
જે વર્તમાનમાં ડબ્બા ટ્રેડિંગ કરવાની સંમત્તિ આપી રહ્યાં છે, તેઓ પોતાનો ફાયદો જ વિચારી રહ્યાં છે પરંતુ રાજ્યભરના સામાન્ય લોકોની આઝાદી અને તેમની સુરક્ષાને તાક પર રાખી રહ્યાં છે. ખાસ કરીને મહેસાણાના સરકારી અધિકારીઓનું નૈતિક અધ:પતન થઇ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે તેમને એક આખા સમાજની બર્બાદી દેખાઈ રહી નથી. અધિકારીઓની દૂરદ્રષ્ટિ મરી પરવારી છે તેથી તેમને આગામી થોડા વર્ષો પછી રાજ્યભરમાં અરાજકતા ફેલાઇ જશે તે પણ દેખાઇ રહી નથી. ડબ્બા ટ્રેડિંગ અને સાઈબર ક્રાઈમ કરનારાઓ આગામી સમયમાં કેવો રૂપ ધારણ કરે તે અંગે વિચારવું રહ્યું. પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યા પછી તેઓ અન્ય અપરાધ કરતાં અચકાશે ખરા? અપરાધીઓને મળતી ખુલ્લી છૂટ ભવિષ્યમાં રાજ્યની આત્માની હત્યા કરવામાં પણ અચકાશે નહીં તેમાં શંકાને સ્થાન નથી.
ડબ્બા ટ્રેડિંગમાં કોલિંગ માટે મહિલાઓની ભરતી
એક બીજી બાબત તે ધ્યાન ઉપર આવી છે કે, હવે આ અપરાધીઓ કોલિંગ કરવા માટે મહિલાઓને પોતાની ટીમમાં સામેલ કરી રહ્યાં છે. સ્વભાવિક છે કે, ટેલિકોલર તરીકે સામે છેડેથી છોકરા કરતાં છોકરીનો અવાજ સંભળાય તો લોકોને વધારે વિશ્વાસ બેસે છે. તેવામાં સેધાજી-અનિલ સહિતના અપરાધીઓ પોતાના ડબ્બા ટ્રેડિંગના બિઝનેસનો વિસ્તાર કરવા માટે હવે પોતાની ટીમમાં મોટા પ્રમાણમાં છોકરીઓની ભરતી કરી રહ્યાં છે.
દુષણ ચરમસીમાએ પહોંચે તે પહેલા અંકુશ જરુરી
રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે તત્કાલ રીતે આ બાબતે પગલા ભરવા રહ્યાં. ડબ્બા ટ્રેડિંગ પોતાની યુવાવસ્થામાં તો પહોંચી ગયું છે પરંતુ તે સમાજ માટે કેન્સર સમાન બને તે પહેલા તેની દવા કરવી જરૂરી છે. આ બાબતે સરકારે બાહોશ અને ઈમાનદાર અધિકારીઓ પાસે તપાસ કરાવવી જોઈએ.
સેધાજી-અનિલની ટીમના ત્રણ સભ્યો ગોઠવા, કંકૂપુરા અને ડભોડાના રહેવાસી
અમારા અન્ય એક રિપોર્ટમાં સેધાજી-અનિલની ટીમના ત્રણ સભ્યો કે જેઓ કોલિંગ કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે તેમના અંગે માહિતી આપવામાં આવશે. ટીમમાં કામ કરતાં આ ત્રણ વ્યક્તિઓ ગોઠવા, કંકૂપુરા અને ડભોડાના રહેવાસી છે.
આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ