રાજકોટ: સરકારી દવા બારોબાર વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, GMSCLના ગોડાઉનમાંથી મળ્યો દવાનો જંગી જથ્થો
રાજકોટમાંથી સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યુ છે. શહેરના GMSCLના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો છે. આ ગોડાઉનમાં સરકારી દવાઓ પર ભાવના સ્ટિકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશંકા સેવાઇ રહી છે.હાલ કૌંભાડની આશંકાને પગલે ગાંધીનગરની ટીમ તપાસ અર્થે રાજકોટ આવી પહોંચી છે.
રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં સરકારી દવાઓને બારોબાર વેચવાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં GMSCLના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓ પર સ્ટીકર મારીને સ્ટોક ચોપડે ચઢી ગયા બાદ આ સ્ટીકરને ઉખાડીને ફેંકીને બારોબાર વેચવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગોડાઉનનો મેનેજર પ્રતિક રાણપરા તેના સહકર્મચારી સાથે મળીને સરાકરી દવા ખાનગીમાં વેચવાનું રેકેટ ચલાવતો હતો.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે માણ્યો આદિવાસી ભોજનનો સ્વાદ કહ્યું- “પેટ ભરાયું પણ મન ન ભરાયું”
સરકારી દવાઓમાં કિંમત ન લખવા સૂચના
ગુજરાત રાજ્યના સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે દવા અને મેડિકલ સાધનોની ખરીદી કરી તેને જે તે સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી GMSCLને સોંપવામા આવી છે. અને GMSCLના ટેન્ડર અનુસાર ખાનગી ફાર્મા કંપનીને લેબલ પર ગુજરાત સરકારના ઉપયોગ માટે એવું સ્પષ્ટ લખવા અને દવાઓમાં કિંમત ન લખવા સૂચના અપાઈ હોય છે. પ્રતિક અને તેની પત્ની હેત્વિક હેલ્થકેરમાં બેસતા હતા.જેથી હેત્વિક હેલ્થ કેરના બિલ પ્રતિક જ બનાવતો હોવાની શંકા છે.
બે કર્મચારી ગેર હાજર રહેતા વધુ ઘેરી બની
આ કૌભાંડમાં જેમના નામ સપાટી પર આવી રહ્યા છે તેવા બે કર્મચારીઓ ઇન્દ્રજીત સોલંકી અને અજય પરમાર ગેરહાજર છે. આ બંનેની પ્રતિક રાણપરા સાથે સાઠગાંઠનો આક્ષેપ પણ લગવાવામાં આવ્યા છે.જેના કારણે આ શંકા વધુ ઘેરી બની છે. આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.અહીં દરરોજ કેટલો જથ્થો આવતો હતો અને ક્યાં ક્યાં જતો હતો તેને લઇને ગાંધીનગરના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ખેડૂત આગેવાનને થપ્પડના ઘેરા પડઘા પડ્યા, ખેડૂતો દિયોદરથી ગાંધીનગર કાઢશે ન્યાય યાત્રા