વારાણસીના નવનિર્મિત કાશી વિશ્વનાથ ધામમાં ઉપલબ્ધ સુવિધાઓમાં વધુ એક સુવિધા શરૂ કરવામાં આવશે. હવે ટૂંક સમયમાં વિશ્વનાથ ધામમાં તમને ન માત્ર સામાજિક કાર્ય કરવા દેવામાં આવશે, પરંતુ તમે શુભ કાર્ય પણ કરી શકશો. વર-વધૂ બાબા વિશ્વનાથના આશીર્વાદથી પોતાના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરી શકશે.
આ શક્ય બનવા જઈ રહ્યું છે, કારણ કે વિશ્વનાથ મંદિર પ્રશાસને તેની સંપૂર્ણ રૂપરેખા બનાવી દીધી છે. આ અંગે કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ વર્માએ જણાવ્યું કે જ્યારથી વિશ્વનાથ ધામનું પુનઃનિર્માણ થયું છે ત્યારથી અમે ભક્તોના હિતને ધ્યાનમાં રાખીને ઝડપથી પ્રવૃત્તિઓ વધારી રહ્યા છીએ અને આવી બધી તકો પણ વધારી રહ્યા છીએ.
સુનીલ વર્માએ કહ્યું કે, ‘અક્ષય દર્શન હોય, ધાર્મિક પ્રવૃત્તિઓ હોય કે સામાજિક કાર્ય એટલે કે વિશ્વનાથ ધામમાં કોઈ સેમિનારનું આયોજન કરવું હોય અથવા લગ્ન કરાવવા માંગો છો, તો અમે તેના માટે પણ આયોજન કરી રહ્યાં છીએ. કોન્ટ્રાક્ટરને લગ્ન અને સામાજિક કાર્ય જેવા કાર્યક્રમો યોજવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે તમામ વ્યવસ્થા ગોઠવે.
સુનીલ વર્માએ વધુમાં કહ્યું કે અનેક લોકો આ વાતમાં રસ દાખવી રહ્યાં છે. લગ્ન-વિવાહ કે સામાજીક કાર્યને લઈને નિયમના સવાલ પર તેમને કહ્યું કે સામાન્ય નિયમ જ લાગુ રહેશે, કોઈ એવી પ્રવૃતિને મંજૂરી નહીં મળે જે ધાર્મિક રૂપથી માન્ય ન હોય અને જનભાવનાનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને પણ દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આ પહેલા કાશી વિશ્વનાથ ધામના દર્શન કરવા આવેલા બે ભક્તોના મોત બાદ વિશ્વનાથ મંદિર પ્રશાસને તેની રૂપરેખા તૈયાર કરી હતી. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ વર્માએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં બંને મોત કોરિડોરની બહાર થયા છે. આ બંને લોકો ચોક્કસપણે દર્શન કરવા આવ્યા હતા પરંતુ બંનેના મોત કોરિડોરની બહાર થયા હતા.
સુનીલ વર્માએ જણાવ્યું હતું કે લગભગ દોઢ લાખ લોકો લાંબી મુસાફરી કરીને દર્શન કરવા આવે છે. ગરમીના કારણે પણ ડબલ-ટ્રિપલ લેયરમાં મેટ નાખવામાં આવી છે. ગેલેરીમાં બેઠક અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા બધા શેડ્સ અથવા કેનોપી ઇન્સ્ટોલ કરી શકાતા નથી, કારણ કે તેજ પવન અને તોફાનમાં ભક્તોને ઇજા થઈ શકે છે.
વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ વર્માએ કહ્યું હતું કે જ્યાં સુધી મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે, તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને મંદિર પ્રશાસન પણ પોતાના ખર્ચે ORS અને ગ્લુકોઝ પેકેટનું વિતરણ શરૂ કરશે.