નેશનલવર્લ્ડ

કિમ જોંગે પોતાનો ટોપ જનરલ બદલ્યો, સેનાને યુદ્ધની તૈયારી કરવા કહ્યું

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ફરી એકવાર સમાચારમાં છે. કિમે પોતાની સેનાના ટોચના જનરલને બદલી નાખ્યા છે. એટલું જ નહીં, કિમે સેનાને યુદ્ધની સ્થિતિમાં તૈયાર રહેવા કહ્યું છે. કિમે હથિયારોના ઉત્પાદનમાં વધારો અને લશ્કરી કવાયત વધારવાનો આદેશ આપ્યો છે. 

યોજના પર ચર્ચા: ઉત્તર કોરિયાની સત્તાવાર ચેનલ KRT અનુસાર, કિમે બુધવારે સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન ઉત્તર કોરિયાના દુશ્મનોને રોકવા માટેના જવાબી પગલાંની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોઈ દુશ્મન દેશનું નામ લેવામાં આવ્યું ન હતું.  KRT દ્વારા જારી કરાયેલ ફોટામાં જોઈ શકાય છે કે કિમ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ અને તેની આસપાસના વિસ્તારો તરફ ઈશારો કરતા જોવા મળી રહ્યા છે. રાજ્ય મીડિયાના જણાવ્યા અનુસાર, જનરલ રી યોંગ ગિલને નવા જનરલ બનાવવામાં આવ્યા છે, તેઓ સેનાના ટોચના જનરલ, જનરલ સ્ટાફના વડા પાક સુ ઇલના સ્થાને છે. પાક સુઈલને હટાવવાનું કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે રી યોંગ ગિલ સંરક્ષણ પ્રધાન તરીકે ચાલુ રહેશે કે નહીં.

હથિયારો બનાવવા કહ્યુંઃ રિપોર્ટ અનુસાર, કિમે હથિયારોની ઉત્પાદન ક્ષમતા વધારવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. ગયા અઠવાડિયે, તેણે વેપન્સ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેણે વધુ મિસાઈલ એન્જિન, આર્ટિલરી અને અન્ય હથિયારો બનાવવા કહ્યું હતું. 

આ પણ વાંચોઃ PM મોદી અને ભારત વિશે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલનું ઝેરીલું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button