ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં જાણો કેટલા દિવસ ભારે વરસાદે લીધો વિરામ, અમદાવાદ માટે ખાસ સમાચાર

Text To Speech
  • સીઝનના વરસાદ સામે 50 ટકા વધુ વરસાદ નોંધાયો
  • દાહોદ, ગાંધીનગરમાં સિઝનનો ઓછો વરસાદ થયો
  • આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના

ગુજરાત રાજ્યમાં 7 દિવસ અતિ ભારે મેઘમહેર થવાના શક્યતાઓ ઘણી ઓછી છે. જ્યારે છુટાછવાયા હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે. તેમજ રાજ્યમાં સિઝનનો 93 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આ રીતે મિલકત ભાડે આપી હશે તો પ્રોપર્ટી ટેક્સમાં થશે ફાયદો

સીઝનના વરસાદ સામે 50 ટકા વધુ વરસાદ નોંધાયો

સીઝનના વરસાદ સામે 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દાહોદ, ગાંધીનગરમાં સિઝનનો ઓછો વરસાદ નોંધાયો છે. આ સિવાય સૌરાષ્ટ્રના એકપણ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા નથી. આ સાથે 24 કલાક પછી રાજ્યમાં વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં કેટલાક લાઈટ સ્પેલ થવાની શક્યતા છે. જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી.

હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી 24 કલાક રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે કાલથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયામાં કરંટની શક્યતાને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે.

Back to top button